
મુંબઈઃ દિલ્હી જન્મભૂમિ, મુંબઈ કર્મભૂમિ અને કોલકાત્તા નાઈટરાઈડર્સથી મળી મોટી ઓળખ… આ શરૂઆતની પંક્તિઓ અંગક્રિશ રઘુવંશી પર એકદમ બંધ બેસતી છે. દિલ્હીમાં જન્મેલા અંગક્રિશ રઘુવંશી મુંબઈમાં ઘરેલૂ ક્રિકેટ રમીને પણ કોલકાતા માટે ત્રણ એપ્રિલ 2024ના રોજ આઈપીએલમાં 18 વર્ષ 303 દિવસની ઉંમરમાં ડેબ્યૂ બેટિંગ કરીને કમાલ કરી હતી.
આ સાથે અંગક્રિશ આઈપીએલમાં પોતાની ધમાકેદાર એન્ટ્રી હતી. તેને કોલકાત્તાએ ઓક્શનમાં માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અંગક્રિશ આ પહેલો દાવ હાલ ખૂબ ચર્ચામાં છે. તેના આ દાવમાં પચાસથી વધુ સ્કોર કરનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બની ગયો હતો.
આ પહેલા આ રેકોર્ડ શ્રીવત્સ ગોસ્વામીના નામે હતો, જેણે 19 વર્ષ થવાના માત્ર એક દિવસ બાદ 2008માં આઈપીએલ ડેબ્યૂમાં 52 રન બનાવ્યા હતા. આમ તો રઘુવંશીએ આઈપીએલમાં 29મી માર્ચે આરસીબી સામે ડેબ્યૂ કર્યું હતું. પણ દિલ્હી સામે ડેબ્યૂ બેટિંગ કરી હતી.
18 વર્ષીય અંગક્રિશ આપીએલમાં અડધી સદી ફટકારનાર સાતમાં સૌથી યુવા બેટ્સમેન છે. ત્યાં જ 2018માં શુભમન ગિલ (18 વર્ષ, 237 દિવસ) બાદ કોલકાત્તાના સૌથી યુવા બેટ્સમેન છે. અંદર 19માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અંગક્રિશ રઘુવંશીએ 25 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.
આ સાથે જ આઈપીએલમાં ડેબ્યૂ બેટિંગમાં સૌથી ફાસ્ટ અડધી સદી ફટકારી હતી. આ પહેલા 2008માં પોતાની પહેલી મેચમાં જેમ્સ હોપ્સે આઈપીએલ ડેબ્યૂ મેચમાં 24 બોલમાં અડધી સદી ફટકારી હતી.
અંગક્રિશે ડેબ્યૂ ઈનિંગ્સ રમીને રનનો વરસાદ કર્યો હતો. આ સાથે તેના કોચનું નામ પણ રોશન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પોતાની ધમાકેદાર ઈનિંગ્સ પછી અંગક્રિશે કહ્યું હતું કે તેની સફળતાનું શ્રેય તેના કોચને જાય છે.