ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટવેન્ટી-20 મેચમાં કોણ બન્યું વિલન?
ડરબનઃ ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યા પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું, પરંતુ એના પછી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટવેન્ટી-20 સિરીઝ ભારત 4-1થી જીત્યું હતું. એના પછી આજની ડરબનમાં શરુ થયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી મેચ વરસાદ વિલન બનવાને કારણે રદ કરવાની નોબત આવી હતી.
ડરબનના કિંગ્સમીડ ખાતે રમાનારી મેચ વરસાદને કારણે પહેલી ટવેન્ટી-20 મેચમાં ટોસ થઇ શક્યો નહોતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં ટોસ સાંજે સાત વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદના કારણે ટોસ ઉછાળી શક્યા નહોતા.
સતત વરસાદ પડવાને કારણે છેલ્લે મેચ રદ કરવાનો અમ્પાર્યસે નિર્ણય લીધો હતો. . તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝ રમાશે, જે પૈકી આજની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલર દીપક ચહર અંગત કારણોસર આજની મેચમાં રમવાનો નહોતો. આ ઉપરાંત, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમારની ત્રિપુટી આજે ટીમમાં સામેલ હશે. દીપક ચહર પણ તેના પિતાની બીમારીના કારણે ટીમ સાથે જોડાયો નહોતો.
ઉલ્લેખનીય છે કે ઘર આંગણે પાંચ મેચની ટવેન્ટી-20ની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની યાદગાર જીત બાદ સૂર્યકુમાર યાદવ અને ટીમ સાઉથ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમમાં રિંકુ સિંહ, જીતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ અને અન્ય જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેમણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.