IPL 2024સ્પોર્ટસ

IPL 2024: આજે રબાડાના રડારમાં બેન્ગલૂરુના ક્યા ચાર દિગ્ગજો રહેશે?

બેન્ગલૂરુ: IPL 2024, રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામેના ખરાબ રેકોર્ડને સુધારી ન શક્યું અને છ વિકેટે હારી ગયું હતું. હવે આજે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) હોમ ગ્રાઉન્ડ પર એ ટીમ (આરસીબી) શિખર ધવનની પંજાબ કિંગ્સની ટીમ સામે જીતવાની આશા જરૂર રાખશે, પણ આરસીબીના ખાસ કરીને ચાર ટોચના બૅટર્સ પંજાબના ફાસ્ટ બોલર કેગિસો રબાડાથી કેવી રીતે બચવું એની યોજના જરૂર બનાવી રહ્યા હશે.

શનિવારે દિલ્હીનો માત્ર શાઇ હોપ (૩૩ રન) સાઉથ આફ્રિકન બોલર રબાડાનો શિકાર થયો હતો, પણ આજે બેન્ગલૂરુનો કેપ્ટન ડુ પ્લેસી, વિરાટ કોહલી, મેક્સવેલ અને દિનેશ કાર્તિકમાંથી કોઈ પણ એક બૅટર અથવા કદાચ બીજો કોઈ બૅટર રબાડાના રડારમાંથી નહીં બચી શકે.

આ ચારેય દિગ્ગજો સામે રબાડાનો અફલાતૂન રેકોર્ડ છે: (૧) ડુ પ્લેસી, ૧૩ બૉલમાં બનાવ્યા ફક્ત ૧૬ રન, બે વાર આઉટ (૨) કોહલી, ૨૪ બૉલમાં બનાવ્યા ફક્ત ૨૭ રન, ત્રણ વાર આઉટ (૩) મેક્સવેલ, ૨૦ બૉલમાં બનાવ્યા ફક્ત ૨૩ રન, બે વાર આઉટ (૪) કાર્તિક, ૧૯ બૉલમાં બનાવ્યા ફક્ત ૧૪ રન, ત્રણ વાર આઉટ.

આજે પંજાબ કદાચ શનિવારની દિલ્હી સામેની વિનિંગ ટીમ રાખવાનું પસંદ કરશે. બની શકે બેન્ગલૂરુની ટીમ અલ્ઝારી જોસેફના સ્થાને રીસ ટોપ્લીને ઇલેવનમાં સમાવશે.

યાદ રહે, પાવર પૅકડ પંજાબ પાસે સૅમ કરૅન, પ્રભસિમરન, બેરસ્ટૉ, જિતેશ, લિવિંગસ્ટન, બ્રાર, હર્ષલ, અર્શદીપ અને રાહુલ ચાહર પણ છે.

હેડ-ટુ-હેડ ટક્કરમાં પંજાબનો હાથ ઉપર છે. કુલ ૩૧ મુકાબલામાંથી પંજાબ ૧૭ અને બેન્ગલૂરું ૧૪ મૅચ જીત્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress