સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયા ક્યારે પહોંચશે દુબઈ? પ્રૅક્ટિસ મૅચ રમશે કે નહીં?

મુંબઈઃ 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આઠ દેશ વચ્ચે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે અને એ સ્પર્ધામાં ભારત પોતાની તમામ મૅચો દુબઈમાં રમવાનું હોવાથી ટીમ ઇન્ડિયા 20મી ફેબ્રુઆરીની પોતાની પ્રથમ મૅચના પાંચ દિવસ પહેલાં જ દુબઈ પહોંચી જશે. જોકે ટીમ ઇન્ડિયા એ અગાઉ કોઈ પ્રૅક્ટિસ મૅચ રમશે કે કેમ એ વિશે પણ અહેવાલ મળી ગયો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ટીમ ઇન્ડિયા 15મી ફેબ્રુઆરીએ દુબઈ પહોંચી જશે.

સૌથી પહેલાં તો પ્રૅક્ટિસ મૅચ વિશે જાણીએ. ભારતીય ટીમ ગુરુવાર, 20મી ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમાનારી મૅચ પહેલાં કોઈ પ્રૅક્ટિસ મૅચ નથી રમવાની. બીજી તરફ, 19મી ફેબ્રુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામે ટૂર્નામેન્ટની પ્રથમ મૅચ રમવા ઊતરનાર પાકિસ્તાનની ટીમ કેટલીક પ્રૅક્ટિસ મૅચો રમવાની છે.

આ પણ વાંચો: `ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવી પૂરતી નથી, ભારતને તો હરાવજો જ’ એવું કોણે કહ્યું જાણો છો?

પાકિસ્તાન `એ’ ટીમની જાહેરાત થઈ છે જે 14-17 ફેબ્રુઆરી દરમ્યાન બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ વૉર્મ-અપ મૅચ રમશે.

અહેવાલ મુજબ બીસીસીઆઇએ પ્રૅક્ટિસ મૅચ નહીં રાખવાનો નિર્ણય કર્યો છે, કારણકે ભારતીય ટીમ તાજેતરમાં જ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ત્રણ વન-ડેની સિરીઝ રમી ચૂકી છે.

પ્રૅક્ટિસ મૅચમાં પાકિસ્તાનની ટીમ શાહીન્સ ટીમ તરીકે ઓળખાશે અને અફઘાનિસ્તાન સામેની મૅચમાં એનું સુકાન ફાસ્ટ બોલર શાદાબ ખાન સંભાળશે.

આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?

17મી ફેબ્રુઆરીએ શાહીન્સ ટીમનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે જેમાં શાહીન્સ ટીમનું નેતૃત્વ મોહમ્મદ હુરૈરા સંભાળશે.
દુબઈમાં જ 17મી ફેબ્રુઆરીએ શાહીન્સ ટીમનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે જેમાં શાહીન્સની કૅપ્ટન્સી મોહમ્મદ હારિસ સંભાળશે. ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રૅક્ટિસ મૅચ 16મી ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. તમામ પ્રૅક્ટિસ મૅચો ડે/નાઇટ હશે.

ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button