Viral Video: લાઈવ મેચમાં Rohit Sharma-Ritika Sharma આ શું કરતાં જોવા મળ્યા?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને શર્માજી કા બેટા એવા રોહિત શર્મા (Rohit Sharma)ની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં 2-0થી વ્હાઈટ વોશ કરીને જિત હાંસિલ કરી હતી. ટેસ્ટ સિરીઝ બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા અનેક સ્ટાર ખેલાડીઓને થોડા દિવસનો બ્રેક મળ્યો છે.
આ પણ વાંચો: “રોહિત શર્માની જેમ બહાદુર બનો” પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ શાન મસૂદને આપી સલાહ
કોહલી-રોહતિ હવે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળશે, જે 16 ઓક્ટોબરના શરૂ થવા જઈ રહી છે. પરંતુ બ્રેકમાં પણ રોહિત શર્મા લાઈમલાઈટમાં આવ્યા છે અને એનું કારણ છે પત્ની રીતિકા સજદેહ. ઓન કેમેરા રીતિકાએ કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો, આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રીતિકાએ-
બાંગ્લાદેશ સામેની સિરીઝ બાદ જ્યાં એક તરફ વિરાટ કોહલી લંડન જતો રહ્યો છે તો રોહિત શર્મા પત્ની રીતિકા સજદેહ સાથે દુબઈ ફરવા નીકળ્યા છે. રોહિત-રીતિકા અબુધાબીમાં બોસ્ટન સેલ્ટિક્સ અને ડેનવર નગેટ્સ વચ્ચેની પ્રી સિઝન મેચનો આનંદ માણી રહ્યા હતા. મેચ દરમિયાન રીતિકા સજદેહ અને રોહિત શર્મા સાથે રોમેન્ટિક થઈ હતી અને આ સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..
આ દરમિયાન બાસ્કેટબોલ મેચ દરમિયાન રોહિત શર્માએ સ્પેનના દિગ્ગજ ગોલકિપર ઈકર કોસિલાસને મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં હિટમેન રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ સારું નહોતું રહ્યા. ચાર ઈનિંગમાં રોહિત 42 રન જ બનાવી શક્યો હતો.