ઓલિમ્પિકમાં વિવાદમાં ઘેરાયેલી બોક્સર ઈમાન ખલીફ અંગે સત્ય શું છે? જાણો IOCના નિયમો
પેરીસ ઓલમ્પિક (Paris Olympic 2024)માં મહિલા બોક્સિંગ ઇવેન્ટ દરમિયાન ઇટાલિયન બોક્સર એન્જેલા કારિનીઅને અલ્જેરિયાની ઇમાન ખલીફ (Imane Khelif) વચ્ચેની મેચ વિવાદનું કારણ બની છે. ઇમાન ખલીફ મહિલા સ્પર્ધા માટે યોગ્ય ન હોવાના આરોપો લાગી રહ્યા છે, અને ઓલમ્પિક સમિતિ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
46 સેકન્ડ ચાલેલી મેચ દરમિયાન, કારિનીને બે વાર ખલીફનો મુક્કો વાગ્યો હતો, જેને કારણે કારિનીનું નાક તૂટી ગયું હતું. જેને કારણે તેણે તેને મેચમાંથી ખસી જવું પૂરતું હતું. સોશિયલ મીડિયા પર મેચની યોગ્યતા વિશે ચર્ચાને થઇ રહી છે. ઈમાન ખેલીફને “બાયોલોજીકલ મેલ” અને “ટ્રાન્સજેન્ડર” તરીકે લેબલ કરવાનું શરૂ કર્યું.
“ટેસ્ટોસ્ટેરોનના એલિવેટેડ લેવલ”ને કારણે ખેલીફને નવી દિલ્હીમાં યોજાયેલી બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 માંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા તાઈવાનના લિન યુ-ટીંગને પણ ગયા વર્ષે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
લિંગ પાત્રતા પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેના શરીરમાં XY રંગસૂત્રો (chromosomes) છે, જે સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓમાં XX-સેક્સ રંગસૂત્રો હોય છે. ત્યારબાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ ઉમર ક્રેમલેવે કહ્યું હતું કે ખેલીફે તેના સાથીદારોને “છેતરવાનો” પ્રયાસ કર્યો અને મહિલા હોવાનો ઢોંગ કર્યો હતો.
બોક્સિંગ ઇવેન્ટ્સ માટે બે અલગ-અલગ સંસ્થાઓનો હવાલો હોવાને કારણે ઈમાન ખલીફને ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) દ્વારા કરવામાં આવે છે, જે કથિત ભ્રષ્ટાચાર અને પ્રશાસનના મુદ્દાઓને કારણે પ્રતિબંધિત છે. પેરિસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) બોક્સિંગ ઇવેન્ટની જવાબદારી સંભાળી છે.
બંને સંસ્થાઓમાં સ્પર્ધકો માટે અલગ-અલગ તબીબી ધોરણો હોવાથી આ વિવાદ ઊભો થયો હોય છે. IOC એ જણાવ્યું છે કે ખેલીફ અને લિન લાયક સ્પર્ધકો હતા.
IOCના પ્રવક્તા માર્ક એડમ્સે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “તેમના પાસપોર્ટ મુજબ તેઓ મહિલાઓ છે, તેમણે મહિલા તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ઘણા વર્ષોથી રમી રહી છે.”
ટેસ્ટોસ્ટેરોનના સ્તરો પરની માર્ગદર્શિકામાં આઇઓસીએ કરેલા તાજેતરના ફેરફાર વિવાદના કેન્દ્રમાં છે. નવા નિયમ મુજબ એથ્લેટ્સને હવે સ્પર્ધા કરવા માટે હોર્મોન-સ્તરના ફેરફારોના ટેસ્ટમાંથી પસાર થવાની જરૂર નથી.
જો કે, લેખક જેકે રોલિંગ અને ટેક બિલિયોનેર એલોન મસ્ક સહિત સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરનાર ઈમાને ખેલીફ, પોતાની જાતને ટ્રાન્સજેન્ડર અથવા ઇન્ટરસેક્સ તરીકે ઓળખાવતી નથી.
ખલીફની કારકિર્દીની શરૂઆત સંઘર્ષભરી રહી હતી. તે તેના અલ્જેરિયન ગામના રસ્તાઓ પર બ્રેડ વેચી ગુજરાન ચલાવતી હતી, તે ઘણા વર્ષોથી 2020 ટોક્યો ઓલિમ્પિક્સ સહિત વૈશ્વિક બોક્સિંગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહી છે.
તેણીએ IOC ના ધોરણો પાસ કર્યા છે અને ઇવેન્ટ ભાગ લેવા માટે ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવ્યું છે.
પેરીસ ઓલમ્પિકની ઘટના બાદ મહિલા ઈવેન્ટ્સમાં ભાગ લેતા ડિફરન્સ ઓફ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ (DSD) સાથેના એથ્લેટ્સ વિશે ચર્ચા શરૂ કરી છે.
સાદી ભાષામાં કહીએ તો, ડિફરન્સ ઓફ સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ (DSD)એ એક દુર્લભ સ્થિતિ છે જ્યાં સ્ત્રી તરીકે ઉછરેલા લોકોમાં XY સેક્સ ક્રોમોઝોમ હોય છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પુરૂષ શ્રેણીમાં હોય છે. આ સ્ત્રીઓમાં સ્નાયુનું પ્રમાણ પણ વધુ હોય છે.
જો કે, IOC નિયમો કહે છે કે DSDs સાથેના એથ્લેટ્સનો સમાવેશ થવો જોઈએ, અને “સ્પષ્ટ ઔચિત્ય અથવા સલામતી સમસ્યાઓ” હોય તો જ તેમને મહિલા સ્પર્ધામાંથી બાકાત રાખવા જોઈએ.
જો કે, આ વિવાદ નવો નથી અને કેસ્ટર સેમેન્યાના કિસ્સામાં ટેસ્ટોસ્ટેરોનની મર્યાદાના મુદ્દાએ અગાઉ ધ્યાન ખેંચ્યું હતું. દક્ષિણ આફ્રિકાની રનર સેમેન્યાએ 2012 અને 2016 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને 2020 ઓલિમ્પિકમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી કારણ કે તે જાણવા મળ્યું હતું કે તેનું શરીર કુદરતી રીતે સ્ત્રીઓ માટે સામાન્ય કરતાં વધુ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઉત્પન્ન કરે છે.
શનિવારે, ખેલીફ લાઇટ વેલ્ટરવેઇટ વિભાગની ક્વાર્ટર ફાઇનલમાં બોક્સિંગ રિંગમાં પરત ફરશે. આ વખતે તેની હરીફ હંગેરીની અન્ના લુકા હમોરી હશે.
Also Read –