એકલપંડે બાળઉછેરનો અનુભવ કેવો હોય? સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ફેન્સને જણાવ્યું | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

એકલપંડે બાળઉછેરનો અનુભવ કેવો હોય? સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ફેન્સને જણાવ્યું

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહેતી હોય છે. તે અવારનવાર પોતાની તસવીરો, પોતાની બહેનની અને પુત્ર ઇઝ્હાનની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ભલે તે એક સિંગલ મધર હોય, પરંતુ એકલપંડે પોતાના બાળકને ઉછેરવું એ કેવા પ્રકારનો અનુભવ હોય છે તે તેના સોશિયલ મીડિયા પરથી જાણવા મળે છે.

સાનિયાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુકી છે, જેમાં તેણે વિશ્વભરની માતાઓને કહ્યું છે કે “પલક ઝપકાવતાં જ બાળકો મોટા થઇ જતા હોય છે, તમે એની સામે જુઓ ત્યારે 8 વર્ષનું હોય અને બસ થોડી ક્ષણો બાદ તેઓ 28ના થઇ જાય, એ પછી તમને જાણ થાય કે એ પણ હવે માતા અથવા પિતા છે. આથી જ્યાં સુધી એ બાળક સ્વરૂપે તમારી પાસે છે, ત્યાં સુધી એ અનુભવની મજા માણો. જો તે પલંગ પર ચડે છે, ચડવા દો. જો તે તમને ગીત ગાવાનું કહે છે, તેના માટે ગીત ગાઓ. તેઓ તમને વહાલ કરે તો કરવા દો. બાળકના ઉછેરમાં સમસ્યાઓ થાય એ સામાન્ય છે, પરંતુ તમારો આત્મા રાજી થાય તો એનાથી મોટી વાત બીજી કઇ હોઇ શકે?

મહત્વનું છે કે ઇઝ્હાન સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનો પુત્ર છે, તેમના છૂટાછેડા બાદ ઇઝ્હાનની કસ્ટડી સાનિયા પાસે છે. તે હવે એકલા જ ઇઝ્હાનનો ઉછેર કરી રહી છે. જ્યારે શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે.

Back to top button