ઢાકાઃ ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ફાઈનલમાં હારીને ભારતીયોને નિરાશ કર્યા હતા, પરંતુ પડોશી દેશ બાંગ્લાદેશની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ લોકોએ ટીમના કેપ્ટનની મારપીટ કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી, જ્યારે ક્યારનો હોવા અંગે લોકોમાં મતભેદ છે.
તાજેતરમાં વાઈરલ થયેલા વીડિયોમાં બાંગ્લાદેશની ટીમથી નારાજ લોકોએ કેપ્ટન શાકિબ પર ગુસ્સો ઠાલવ્યો હતો. અમુક લોકોએ કહે છે આ જૂનો છે. શાકિબનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકો તેને ઘેરી લે છે, ત્યારબાદ તેની સાથે ધક્કામુક્કી કરવાનું શરુ કરે છે. સુરક્ષા દળના કર્મચારીઓ તેને સાવચેતીપૂર્વક બહાર લઈ ગયા હતા. વીડિયો જોઈને લાગ્યું હતું કે શાકિબની સાથે તેઓ મારપીટ કરવાના હતા. શાકિબની સાથે મારપીટ જ્વેલરીની દુકાનમાં થઈ હતી. ચાહકો તેની રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ તેના પર હુમલો કર્યો હતો. શાકિબનો કોલર ખેંચીને તેની જમીન પર ફેંકી દીધો હતો.
આ વીડિયો માર્ચ મહિનાનો હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશની ટીમના ખરાબ પ્રદર્શન પછી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વખતના વર્લ્ડ કપમાં ટીમ બાંગ્લાદેશનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. 17.33 રનની સરેરાશથી ફક્ત 104 રન શાકિબે બનાવ્યા હતા, જ્યારે તમીમ ઈકબાલ સાથે વિવાદ પછી તેની ટીકા થઈ હતી. તમીમ ઈકબાલ પણ વર્લ્ડ કપ રમી શક્યો હોત, પરંતુ વિવાદ પછી રમ્યો નહોતો.
જોકે, વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન તદન નિરાશાજનક રહ્યું હતું. વર્લ્ડ કપની નવ મેચમાંથી ફક્ત બે મેચ જીત્યું હતું અને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે આઠમા સ્થાને રહી હતી. સેમી ફાઈનલની રેસમાંથી બહાર જનારી બાંગ્લાદેશની ટીમ સૌથી પહેલી રહી હતી. બાંગ્લાદેશે ફક્ત શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે મેચ જીત્યું હતું, પરંતુ નેધરલેન્ડ જેવી ટીમ સામે 87 રનથી હાર થઈ હતી.