કોહલીની વિકેટ પડ્યા પછી સ્ટેડિયમમાં શું થયું હતુંઃ કમિન્સે કર્યો મોટો ખુલાસો
મેલબોર્નઃ વર્લ્ડ કપમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યા પછી છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું, જ્યારે હજુ પણ એ દિવસે ભારતની થયેલી હાર અને ઓસ્ટ્રેલિયાની જીત સાથે દરેક ખેલાડીના અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે, ત્યારે આજે ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે ભારતની બેટિંગ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ખુલાસો કર્યો હતો કે ફાઇનલમાં વિરાટ કોહલીની વિકેટ પડ્યા બાદ સ્ટેડિયમમાં લાઇબ્રેરી જેવી શાંતિ હતી. ફાઈનલ મેચમાં ભારતીય ટીમે 148 રનના સ્કોર પર વિરાટ કોહલીના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. કોહલીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો.
પેટ કમિન્સે કહ્યું હતું કે જ્યારે વિરાટ કોહલીની વિકેટ પડ્યા બાદ સ્ટેડિયમમાં હાજર લાખો ભારતીય પ્રશંસકો એવી રીતે શાંત થઈ ગયા હતા. લાઈબ્રેરીમાં જેવી શાંતિ હોય એવી શાંતિ સ્ટેડિયમમાં જોવા મળી હતી.
તેણે કહ્યું હતું કે વિરાટ કોહલીની વિકેટ બાદ સ્ટીવ સ્મિથે કહ્યું હતું કે છોકડાઓ ભીડને સાંભળો. અમે એક ક્ષણ માટે વિરામ લીધો હતો. તે લાઇબ્રેરી જેવી શાંતિ હતી. ત્યાં એક લાખ ભારતીયો હતા છતાં મૌન હતા. હું આ ક્ષણને લાંબા સમય સુધી વાગોળતો રહીશ. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ શાનદાર હરાવ્યું હતું, જેમાં ટ્રેવિસ હેડનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. દસ મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું.