World Cup-2023માં ટીમ ઈન્ડિયાના ખેલાડી Mohmmad Shamiએ કઈ વાત છુપાવી?
World Cup-2023માં ક્રિકેટપ્રેમીઓને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી બધી આશાઓ હતી, પરંતુ આખરે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ હારી ગઈ હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ખેલાડીને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ ખેલાડી છે વર્લ્ડકપ-2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ટોપ પર રહેનાર મોહમ્મદ શમી.
અત્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને અહીં પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને એક ઈનિંગથી પરાજિતનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર શમી ઈજાને કારણે રમી નથી રહ્યો પરંતુ હવે શમીની હેલ્થને લઈને મહત્ત્વની માહિતી સામી આવી રહી છે.
એક સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોહમ્મદ શમી વર્લ્ડકપની મેચ દરમિયાન પીડાનો સામનો કરી રહ્યો હતો અને તેમ છતાં પોતે મેચ રમી શકે એ માટે શમીએ ઈન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું હતું અને તેણે આ વાતને એટલી બધી પબ્લિક નહોતી કરી અને તેમ છતાં શમીએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું.
મોહમ્મદ શમી સાથે જ બંગાળ તરફથી ક્રિકેટ રમતા એક ક્રિકેટરે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે ડાબી હીલની સમસ્યા ખૂબ જ જૂની છે અને ખૂબ જ લોકો આ વિશે જાણે છે. મોહમ્મદ શમી વર્લ્ડ કપ મેચ દરમિયાન દર્દથી પીડાતો હતો, અને તે સતત આ માટે ઈન્જેક્શન લેતો રહ્યો હતો અને તેણે આ વાત બધાથી છુપાવી રાખી હતી.
હાલમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને ઈજાને કારણે મોહમ્મદ શમી રમી નથી રહ્યો. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. જેમાં પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને આસાનીથી હરાવ્યું હતું.