મુંબઈ: અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હારી નથી. ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી જાય તેના માટે દરેક ભારતીય ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. ભારત ઓસ્ટ્રેલિયા મેચ જોવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે એવું કહેવામાં આવી રહ્યું છે.
આ બાબતે શિવસેના યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે પીએમ મોદી અને ભાજપની ટીકા કરી હતી. આજે મોદી બોલિંગ કરશે અને અમિત શાહ બેટિંગની મજા માણશે. બાકી ભાજપના નેતા બાઉન્ડરી પર ઊભા રહીને મેચની મજા માણશે.
પીએમ મોદી અને ભાજપ પર ટીકા કરતાં રાઉતે કહ્યું આ દેશમાં કંઈ પણ થઈ શકે છે. ગઈકાલ સુધી ક્રિકેટ એક રમત હતી જેમાં આખો દેશ સામેલ હતો. પણ હવે તેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામેલ થઈ છે. હવે ક્રિકેટ એક રમત રહી નથી. થોડા સમયમાં ભાજપનું સમર્થન કરતાં લોકો કહેશે ભારતીય ક્રિકેટ ટીમ મોદીને કારણે જીતી છે. મોદીના કારણે ભારતે સારી બોલિંગ કરી. મોદીએ જ જીતનો મંત્ર આપ્યો હતો અને અમિત શાહ ખેલાડીના પાછળ ઊભા રહીને તેમને માર્ગદર્શન આપી રહ્યા હતા.
ભાજપ ક્રિકેટમાં પણ રાજકારણ કરવાનું છોડવા તૈયાર નથી. રાઉતે ફાઇનલ મેચ અમદાવાદમાં રમાતી હોવાને લઈને કહ્યું જેને ઈવેન્ટનો આનંદ માણવો હોય તેઓએ આનંદ માણવો. પહેલા મુંબઈ ક્રિકેટનું શહેર હતું. આ મેચને દિલ્હી, મુંબઈ કે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં યોજવામાં આવતી હતી.
ભાજપ રાજકીય કાર્યક્રમ યોજવા માંગે છે, તેથી મુંબઈમાંથી ક્રિકેટને અમદાવાદ ખસેડવામાં આવી છે. હું આજે ભારત ક્રિકેટ ટીમને જીતવા શુભેચ્છા પાઠવું છું. મોદી થે ઇસલીયે હમ જીત ગયે મોદી હૈ તો વર્લ્ડ કપ કી જીત મુમકીન હૈ એવું કહેવામા આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને