રિકવરી પછી એવું તે શું કહ્યું રિષભ પંતે કે…
ટીમ ઈન્ડિયાના વિકેટકિપર અને બેટ્સમેન રિષભ પંત એક્સિડન્ટ બાદ મેદાન પર પાછો પરવા માટે સંપૂર્ણપણે ફિટ એન્ડ ફાઈન છે અને તે એ માટે પૂરતી તૈયારી પણ કરી રહ્યો છે. ડિસેમ્બર, 2022માં કાર એક્સિડન્ટનો ભોગ બન્યા બાદથી જ રિષભ પંત મેદાનથી પર ગાયબ થઈ ગયો હતો અને એવી માહિતી સામે આવી રહી છે કે 2024માં આઈપીએલથી મેદાન પર પાછો ફરી શકે છે.
હાલમાં જ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જીમમાં પુષ્કળ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે જ રિષભ પંતની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ વાઈરલ થઈ રહી છે જેમાં તેણે એવી વાત કહી છે કે જે સાંભળીને ફરી એક વખત તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા છે.
આજે એટલે કે બુધવારે રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું છે કે હે ભગવાન જો હું હિંમત હારી જાઉં મને વધારે મહેનત કરવાની હિંમત આપજો. રિષભની આ સ્ટોરી વાંચીને તેના ફેન્સ ફરી એક વખત ચિંતામાં મૂકાઈ ગયા છે, કારણ કે રિષભ પંત મેદાન પર પાછો ફરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો છે અને દરેકને એ જ વાતની આશા છે કે તે એમાં સફળ થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે આઈપીએલ-2024માં રિષભ પંત પાછો મેદાન પર રમતો જોવા મળી શકે છે અને એ જ હિસાબે તે આગળ વધી રહ્યો છે. જો આવું થશે તો આગામી T-20 વર્લ્ડકપમાં પણ તેઓ પાછો ફરી શકે છે.