સાનિયા સહિતના ભારતીય ખેલાડીઓ બોપન્ના પર આફરીન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સાનિયા સહિતના ભારતીય ખેલાડીઓ બોપન્ના પર આફરીન

હૈદરાબાદ: સાનિયા મિર્ઝા થોડા દિવસથી પાકિસ્તાની પતિ શોએબ મલિક સાથેના ડિવૉર્સને કારણે ન્યૂઝમાં છે. જોકે બુધવારે સાનિયા ભારતના ટોચના ડબલ્સ ટેનિસ-ખેલાડી રોહન બોપન્નાની નંબર-વનની સિદ્ધિ બદલ બેહદ ખુશ હતી. સાનિયાએ સોશિયલ મીડિયામાં લખ્યું, ‘સો પ્રાઉડ રો (રોહન)….આ સર્વોચ્ચ રૅન્ક બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર, તું જ આ સર્વોત્તમ ક્રમાંક માટે લાયક હતો.’
ભારતના બીજા ટેનિસ-સ્ટાર સોમદેવ દેવવર્મને કહ્યું છે કે ‘બોપન્નાએ મને પાંચ વર્ષ પહેલાં જ કહેલું કે તે રિટાયરમેન્ટ લેવા વિચારી રહ્યો છે. ચાર વર્ષ પહેલાં પણ તેણે મને આવું કહ્યું હતું અને ત્રણ વર્ષ અગાઉ પણ તેનો આ વિચાર હતો. હવે વાસ્તવિકતા એ છે કે તે ટેનિસ ડબલ્સનો નંબર-વન બની ગયો. બોપન્ના ફૅમિલી માટે આનાથી વધુ ખુશીનો અવસર બીજો નહીં હોય.’ ભારતના ટેનિસ લેજન્ડ મહેશ ભૂપતિએ પણ બોપન્નાને અભિનંદન પાઠવ્યા હતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button