સ્પોર્ટસ

વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે એશિયન ચેમ્પિયનશિપમાં નહીં રમે

નવી દિલ્હી: ભારતીય મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની વાપસીમાં વધુ વિલંબ થશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઇ ચાનૂ ઇજાના કારણે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં રમી શકશે નહીં.

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચાનૂ હજુ પણ ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થઈ રહી છે. ૪૯ કિગ્રા વેઇટ કેટેગરીમાં રમનારી ચાનૂએ આઇડબલ્યૂએફ ગ્રાન્ડ પ્રિકસ ૨ માં કોઈ વજન ઉપાડ્યું ન હતું. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં ૩ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે ફિટ થશે.

પરંતુ ચાનુએ મંગળવારે પીટીઆઈને કહ્યું હતું કે હું આ વખતે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈશ નહીં. હું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું પસંદ કરીશ. પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમો અનુસાર, વેઇટલિફ્ટર માટે ૨૦૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ૨૦૨૪ વર્લ્ડ કપમાં ભાગ લેવો ફરજિયાત છે. આ બે ટુર્નામેન્ટ સિવાય ૨૦૨૨ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ, ૨૦૨૩ અને ૨૦૨૪ કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ્સ, ૨૦૨૩ ગ્રાન્ડ પ્રિકસ વન અને ૨૦૨૩ ગ્રાન્ડ પ્રિક્સ ટુમાંથી કોઈપણ ત્રણમાં ભાગ લેવો વેઇટલિફ્ટર માટે જરૂરી છે. એશિયન ચેમ્પિયનશિપમાં ન રમવાથી ચાનૂની ક્વોલિફિકેશન પર કોઈ અસર નહીં પડે. તે હાલમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેન્કિંગમાં બીજા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker