ફાઇનલ બાદ મહિલા ઍન્કરને જ્યારે ટૂર્નામેન્ટના માલિકે પ્રપોઝ કરીને ચોંકાવી દીધી! | મુંબઈ સમાચાર

ફાઇનલ બાદ મહિલા ઍન્કરને જ્યારે ટૂર્નામેન્ટના માલિકે પ્રપોઝ કરીને ચોંકાવી દીધી!

બર્મિંગમઃ સ્પોર્ટ્સ અને ગ્લેમરની દુનિયા જ્યારે સામસામે ટકરાય છે ત્યારે કંઈકને કંઈક નવું અને હટકે બને છે જે વાઇરલ થઈ જાય છે. અહીં નિવૃત્ત ખેલાડીઓ વચ્ચેની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL) વચ્ચેની ફાઇનલ વખતે કંઈક એવું જ બન્યું હતું જેમાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો તો રસાકસીભર્યો હતો જ, જાણીતી ઍન્કર અને મૉડલ કરિશ્મા કોટક (KARISHMA KOTAK) છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: લગ્નની પ્રપોઝલ આવતાં છોકરી જોવા ગયો, પણ પછી સ્ટેડિયમ પર પહોંચી ગયો જીવ ગુમાવ્યો!


વાત એમ છે કે કરિશ્મા કોટકને લાઇવ ટેલિવિઝન પર લગ્ન માટેનું પ્રપોઝલ (PROPOSAL) મળ્યું હતું. આખી ઘટના શું એ હવે જાણીએ…


ડબ્લ્યૂસીએલની ફાઇનલ બાદ કરિશ્મા કોટક જ્યારે ટૂર્નામેન્ટના માલિક હર્ષિત તોમરનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી એમાં વાતચીતમાં છેલ્લે કરિશ્માએ છેલ્લે તેમને સામાન્ય સવાલ પૂછ્યો કે હવે ટૂર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે, તમે કેવી રીતે સેલિબે્રટ કરશો?’ હર્ષિતનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા. ખુદ કરિશ્મા જવાબ સાંભળીને ચોંકી ગઈ હતી. હર્ષિતે તેને હસતાં કહ્યું, હવે જ્યારે બધુ પૂરું થઈ ગયું છે તો હું તમને પ્રપોઝ કરું છું.’ કરિશ્મા આશ્ચર્યમાં ડૂબીને હે ભગવાન!’ એવું બોલી અને પછી પ્રોફેશનલ સ્ટાઇલમાં ઇન્ટરવ્યૂ પૂરો કરી નાખ્યો. આ પળો કૅમેરામાં કેદ થઈ ગઈ અને પછી વાઇરલ થઈ ગઈ. સોશિયલ મીડિયામાં આ ઘટના વિશે મિશ્ર પ્રતિક્રિયા આવી હતી.અમુક યુઝર્સે આ પ્રપોઝલને અનપ્રોફેશનલ’ ગણાવીને કહ્યું કે આને કારણે ઍન્કરને ગૂંચવણમાં અને અસમંજસ સ્થિતિમાં મૂકી દેવામાં આવી હતી. કેટલાક યુઝર્સને આ પળો બેહદ ફિલ્મી અને ક્યૂટ લાગી હતી. આ ઘટનાને લગતા મીમ્સ અને રિએક્શન ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર પર વાઇરલ થયા છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button