T20 World Cup: શ્રીલંકા-નેપાળની મૅચ ધોવાઈ ગઈ એમાં સાઉથ આફ્રિકાને સુપર એઇટમાં જવા મળી ગયું

લૉઉડરહિલ: ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ “ડી”માં શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મંગળવારની મૅચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. આ જ ગ્રૂપની મોખરાની સાઉથ આફ્રિકાની ટીમ સુપર એઇટમાં પહોંચવાની તૈયારીમાં જ હતી અને અનિર્ણીત રહેલી મૅચને કારણે એને સુપર એઇટમાં આસાનીથી જવા મળી ગયું હતું.
શ્રીલંકાની ચારમાંથી ત્રણ મૅચ થઈ ગઈ છે અને એક જ પોઇન્ટ સાથે હવે તે ઓલમોસ્ટ આઉટ જ થઈ ગયું છે.
આ ગ્રૂપમાં સાઉથ આફ્રિકાના છ, બાંગલાદેશના બે તથા નેધરલેન્ડ્સના બે પોઇન્ટ છે. નેપાળનો પણ શ્રીલંકાની જેમ એક પોઈન્ટ છે.
હવે 13મી જૂને બાંગલાદેશ અને નેધરલેન્ડ્સ વચ્ચેની મૅચ ધોવાઈ જાય એવી પ્રાર્થના શ્રીલંકા કરશે. જોકે શ્રીલંકાએ બીજી ટીમોની મૅચના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.
ક્રિકેટની રમતનું ટચૂકડું નેપાળ પણ હજી ક્વોલિફાય થઈ શકે એમ છે. એ માટે નેપાળે સાઉથ આફ્રિકા અને બાંગલાદેશને મોટા માર્જિનથી હરાવવું પડશે. એ ઉપરાંત, નેધરલેન્ડ્સ બાકીની બંને મૅચ મોટા તફાવતથી ન જીતે એવી પ્રાર્થના પણ નેપાળે કરવી પડશે.