ઇન્ટરનેશનલસ્પોર્ટસ

AUS vs PAK Test: ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઉતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા

સિડની: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન(AUS vs PAK) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડની(Sydney)માં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner) પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચ બાદ વોર્નર ફરી ક્યારેય સફેદ જર્સીમાં જોવા નહીં મળે.

તેની ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરની મેદાનમાં એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા. મેચ શરુ થતા પહેલા જ્યારે ડેવિડ વોર્નર રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યો ત્યારે તેની સાથે તેની ત્રણ દીકરીઓ હાજર હતી. આ જોઈને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર દર્શકો ઉપરાંત ક્રિકેટરો અને કોમેન્ટેટરો સુધી બધાએ તેને તાળીઓથી વધાવી લીધો.


ડેવિડ વોર્નરે 11 જાન્યુઆરી 2009ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં તેને પ્લેઈંગ-11માં પહેલીવાર સ્થાન મળ્યું હતું. પોતાની પહેલી જ મેચમાં તેણે 43 બોલમાં 89 રન બનાવીને ધૂમ મચાવી દીધી હતી. ત્યારથી, તેની 14 વર્ષની કારકિર્દીમાં, તેણે T20, ODI અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણી પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે.

https://twitter.com/cmail_sport/status/1742339873493975243

ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે એક શાનદાર ઓપનર બેટ્સમેન સાબિત થયો હતો. તેણે છેલ્લા 13 વર્ષમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે અન્ય કોઈ ટીમના ઓપનિંગ બેટ્સમેન કરતા વધુ સદીઓ ફટકારી છે.

ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 111 મેચ રમી છે. જેમાં તેણે 44.58ની એવરેજ સાથે કુલ 8695 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 26 સદી અને 36 અડધી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 335 રન છે. વોર્નરે ODI અને T20માં પણ સારૂ પ્રદર્શન કર્યું છે. વોર્નરે 161 વનડેમાં 45.30ની એવરેજથી 6932 રન અને 99 ટી20 મેચમાં 32.88ની એવરેજથી 2894 રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button