ઇન્ટરનેશનલસ્પોર્ટસ

WATCH: એવું તે શું થયું કે હેલિકોપ્ટરમાં ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા પહોંચ્યો આ દિગ્ગજ ખેલાડી?

ઈમેજિન કરો કે કોઈ ક્રિકેટર ગ્રાઉન્ડ પર રમવા આવે અને એકદમ હોલીવૂડ, બોલીવૂડ કે ટિપિકલ રોહિત શેટ્ટી સ્ટાઈલમાં પૂરપાર ઝડપે દોડી રહેલી કાર, બાઈક કે હેલિકોપ્ટરમાં ગ્રાન્ડ એન્ટ્રી લે તો? તમે કહેશો કે હજી સુધી તો આવું કોઈએ કર્યું નથી, ભાઈ એટલે ખબર નહીં કેવું લાગે અને કેવી રીતે શક્ય છે આ…

પણ ભાઈ ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન અને પુષ્પા ફેન ડેવિડ વોર્નરે આ આ અશક્ય લાગતી એન્ટ્રી શક્ય કરી દેખાડી છે અને તેણે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકદમ ફિલ્મી સ્ટાઈલમાં હેલિકોપ્ટરમાં એન્ટ્રી લીધી હતી. ડેવિડે આવું કેમ કર્યું એવો સવાલ થાય એ સ્વાભાવિક છે તો ચાલો તમને આખો ઘટનાક્રમ જણાવીએ.

વાત જાણે એમ છે કે ડેવિડ વોર્નર સિડની સિક્સર્સ સામેની થંડરના બિગ બેશ લીગ મેચ પહેલાં હેલિકોપ્ટરથી પહોંચ્યો હતો અને તેના હેલિકોપ્ટરે સીધું મેદાન પર જ લેન્ડ કર્યું હતું. વોર્નરે હાલમાં જ ટેસ્ટ અને વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 37 વર્ષીય આ બેટ્સમેને પોતાની લાસ્ટ ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે રમી હતી અને એ મેચમાં તેણે 57 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરવામાં મદદ કરી હતી.

ડેવિડ વોર્નરે પોતાના 13 વર્ષ લાંબી કારકિર્દીમાં વોર્નરે 112 ટેસ્ટ અને 161 વનડે મેચ રમીને અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે અને તે મેદાનની બહાર પણ ફેન્સને એન્ટરટેઈન કરતો રહે છે. હવે સીધું મેદાન પર હેલિકોપ્ટરમાં એન્ટ્રી લેતો ડેવિડ વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જોકે તેણે આવું કેમ કર્યું એનું કારણ તો જાણી શકાયું નહોતું. પણ તેના ફેન્સ તેની આ ગ્રેટ ગ્રાન્ડ એન્ટ્રી જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress