IPL 2024સ્પોર્ટસ

સ્ટેડિયમમાં એવું શું થયું કે ચાહકો કોહલી, કોહલી કરવા લાગ્યા

બોલો, કોહલીના દિવાનાએ ગઈકાલે બિરયાની માટે રાખી હતી આ ઓફર
મુંબઈઃ કિંગ કોહલીના નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટરે ગઈકાલે શ્રી લંકા સામે સદી ચૂકી ગયો, જેમાં સચિનની સદીની બરોબરી કરી શક્યો નહીં, તેનાથી ચાહકો નિરાશ થયા હતા, પરંતુ કોહલી મેદાન અને મેદાનની બહાર પણ છવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.


વાનખેડે સ્ટેડિયમમાં પહેલી બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 357 રન ફટકાર્યા હતા, જેમાં કોહલીએ 88 રને આઉટ થઈને સદી ચૂક્યો હતો. બીજા દાવમાં રમતમાં આવેલી શ્રી લંકાની ટીમના બેટર તબક્કાવાર વિકેટ ગુમાવતા રહ્યા હતા, ત્યારબાદ સ્ટેડિયમમાંથી કોહલીને બોલિંગ આપવાનો ચાહકોએ ડિમાન્ડ કરી હતી. પહેલા સ્પેલમાં મહોમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહે વિકેટ લીધા પછી મહોમ્મદ શામીએ અડધી ટીમને પેવેલિયન ભેગી કરી હતી, પરંતુ મેદાનમાં એ જ વખત કોહલીના ચાહકોએ તેને બોલિંગ આપવાની ડિમાન્ડ કરી હતી.

https://twitter.com/mufaddal_vohra/status/1720136215478071397

સ્ટેડિયમમાંથી ચાહકોએ જોરજોરથી સૂત્રોચ્ચાર કર્યો હતો, ત્યાર બાદ કોહલીને કાન બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે લોકો પર ગુસ્સે પણ થયો હતો. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અગાઉ હાર્દિક પંડ્યાને ઈજા પહોંચ્યા પછી હાર્દિકની બાકી બોલિંગના ત્રણ બોલ પણ નાખ્યા હતા.

https://twitter.com/CricketInBlood_/status/1720149446179107224

દરમિયાન બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોહલીના ચાહકે જોરદાર ઓફર મૂકી હતી. કોહલીએ 88 રન માર્યા પછી દુકાનદારે બિરયાનીની 60 રુપિયાની પ્લેટ સાત રુપિયામાં વેચી હતી, જેમાં 88 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું. દુકાનદારે તેની દુકાન પર બેનર લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું મકબુલ બિરયાની કી વિરાટ કોહલી ફેન ઓફર, જિતની હોગી કોહલી કે રનો કી ગિનતી, ઉતના મિલેગા બિરયાની પર ડિસ્કાઉન્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker