સ્પોર્ટસ

વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી કારમાં ઝઘડી પડ્યા હતાં? વાયરલ વીડિયોનું ફેક્ટ ચેક

મુંબઈ: ભારતીય ટીમના પૂર્વ ધુંઆધાર બેટર વીરેન્દ્ર સેહવાગ હાલ તેમના અંગત જીવાનને કારણે ચર્ચામાં છે. વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતીના 20 વર્ષના લગ્ન જીવનનો અંત (Virendra Sehwag-Arti Divorce) આવે તેવા અહેવાલો છે. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી બંને અલગ રહી રહ્યા છે અને ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. જોકે, આ મુદ્દે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ચર્ચાઓ વચ્ચે, વીરેન્દ્ર સેહવાગ અને આરતી વચ્ચેના ઝઘડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કારમાં થયો હતો ઝઘડો?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી કારમાં બેઠા ઝઘડતા જોવા મળે છે, બંને દલીલ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણી અટકળો લાગી રહી છે. અટકળો મુજબ આ ઝઘડાને કારણે જ આ દંપતીના સંબંધોમાં ખટાશ આવી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. આ વિડીયોને કારણે બંનેના છુટાછેડાની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.

Also read:

શું છે વિડીયોની હકીકત:
વાયરલ થઇ રહેલા વીડિયોની તપાસ કરતા જાણવા મળ્યું કે આ વિડીયો સાચો નથી, વિડીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વિડીયો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે સેહવાગ અને આરતી ઘણા સમયથી જાહેરમાં સાથે જોવા મળ્યા નથી.

20 વર્ષના લગ્ન જીવનનો અંત આવશે!
સેહવાગ અને આરતીના લગ્ન 22 એપ્રિલ 2004 ના રોજ થયા હતા. દરમિયાન, એવા અહેવાલો છે કે સેહવાગ અને આરતી ગ્રે ડિવોર્સ લેશે. જો પતિ-પત્ની 40 થી 50 કે તેથી વધુ ઉંમરે અલગ થવાનું નક્કી કરે છે, તો તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button