T20 World Cup 2024સ્પોર્ટસ

T20 world cup 2024: વિરાટ અને રોહિત T20 વર્લ્ડ કપ રમવા ઈચ્છે છે! સિલેક્ટર્સ સામે મોટો પડકાર

નવી દિલ્હી: ઘર આંગણે રમાયેલ ODI વર્લ્ડકપનાં ફાઈનલમાં હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર આ વર્ષે જુન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડકપ પર છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બાદ, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી શરુ કરશે.

યુવા ભારતીય ટીમે ગત નવેમ્બર મહિનામાં ઘર આંગણે T20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું, ત્યાર બાદ ગત મહીને દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. હવે ભારતીય ટીમ 11 થી 17 જાન્યુઆરી વચ્ચે અફઘાનિસ્તાન સામે ત્રણ T20 મેચ રમવાની છે. T20 કેપ્ટન હાર્દિક પંડ્યા ફિટ નથી. આથી અજીત અગરકરની આગેવાની હેઠળની BCCIની પસંદગી સમિતિ માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે.


એવામાં એવી શક્યતા છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની મેચમાં T20 ફોર્મેટમાં પુનરાગમ કરી શકે છે. નવેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે હારીને ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી, ત્યારથી વિરાટ કોહલી અને રોહિત શર્મા T20I મેચો દુર રહ્યા છે.


બંનેએ ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ માટે ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ODI વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી તેઓ આગામી T20 વર્લ્ડ કપનો ભાગ બનવા ઈચ્છે છે એવી ચર્ચાઓ થઈ રહી છે.


એક અહેવાલ મુજબ વિરાટ અને રોહિતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જૂનમાં યોજાનારી આઈસીસી ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છે છે. અહેવાલ મુજબ અફઘાનિસ્તાન સામેની ટીમની જાહેરાત કરતા પહેલા અજીત અગરકર અને અન્ય બે સિલેક્ટર્સ શિવ સુંદર દાસ અને સલીલ અંકોલા હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે આ અંગે ચર્ચા કરશે.


જો કે, વિરાટ અને રોહિત અફઘાનિસ્તાન સામેની સિરીઝનો ભાગ હશે કે કેમ તે સ્પષ્ટ નથી. 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પણ શરૂ થઈ રહી છે.


અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાન સામેની સિરીઝથી T20 વર્લ્ડ કપ માટેની ટીમને લગતા ભારતના પ્રશ્નોને હલ થાય એવી શક્યતા નથી. જોકે ઇન્ડિયન પ્રીમિયર લીગ લીગ(IPL)ના બે મહિના દરમિયાન લગભગ 25-30 ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે.


BCCI અધિકારીના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં કંઇ સ્પષ્ટ નહીં થાય. આઈપીએલના પ્રથમ મહિનાના આધારે બધું નક્કી કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો