વિરાટ-રોહિત વર્લ્ડ કપ 2027માં રમશે! અજિત અગરકરની સલાહ પર કર્યો આવો નિર્ણય

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ અંગે અટકળો છેલ્લા ઘણાં સમયથી લગાવવામાં આવી (Virat-Rohit Retierment) રહી છે. ચાહકો ઈચ્છે છે બંને ODI વર્લ્ડ કપ 2027માં પણ ભારત તરફથી રમે, તાજેતરમાં એવી અટકળો વહેતી થઇ હતી કે આ મહીને ઓસ્ટ્રેલીયા સામેની ODI સિરીઝ બંને માટે છેલ્લી સિરીઝ હશે. પરંતુ હવે આ અટકળો ખોટી પુરવાર થતી જણાઈ રહી છે, અહેવાલ મુજબ બંને આ વર્ષના અંતે વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે.
અહેવાલ મુજબ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના ચીફ સિલેક્ટર અજિત અગરકરે કોઈના નામનો ઉલ્લેખ વગર એક સલાહ આપી હતી કે ટીમમાં બની રહેવા માટે ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ, અહેવાલ મુજબ વિરાટ-રોહિતે આ શરત સ્વીકારી છે. વિરાટ અને રોહિત જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા પહેલાં વિજય હજારે ટ્રોફીમાં ઓછામાં ઓછા ત્રણ મેચ રમશે.
અગરકરની સલાહ:
ઓસ્ટ્રેલિયા ટુર માટે ટીમની જાહેરાત માટે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજિત અગરકરે કહ્યું, “અમે એક-બે વર્ષ પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યારે પણ ખેલાડીઓ ઉપલબ્ધ હોય, ત્યારે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. જો ખેલાડી પાસે પૂરતો લાંબો વિરામ હોય તો, આ રીતે તે આ રીતે પોતાને તૈયાર રાખી શકે છો. જો તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ.”
ક્યારે યોજાશે મેચ:
અહેવાલ મુજબ વિરાટ અને રોહિત અગરકરની સલાહ મુજબ ડોમેસ્ટિક ક્રિકેટ રમશે. ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝ સમાપ્ત થયા બાદ અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ શરૂ થાય એ પહેલા વિરાટ અને રોહિત પાસે સમય હશે. દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી મેચ 6 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે રમશે અને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે રમશે, બંને વચ્ચે વચ્ચે પાંચ અઠવાડિયા જેટલો સમય છે.
વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ દરમિયાન મુંબઈ અને દિલ્હીની ટીમ પાંચથી છ મેચ રમશે, જેમાંથી વિરાટ અને રોહિત ત્રણ મેચમાં રમી શકે છે.
વિરાટ કોહલી દિલ્હી માટે છેલ્લે 2010 માં ડોમેસ્ટિક લિસ્ટ A ટુર્નામેન્ટમાં રમ્યો હતો. રોહિત છેલે 2018 માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. સેમિફાઇનલમાં તેણે મુંબઈ માટે હૈદરાબાદ સામે 24 રન બનાવ્યા હતા.