સ્પોર્ટસ

વિરાટ કોહલીના શ્રીલંકન ચાહકે તેને ભેટમાં આપી ચાંદીની બેટ: BCCI એ પોસ્ટ કર્યો વિડીયો

મુંબઇ: એશિયા કપની સુપર 4ની સ્પર્ધા શરુ થઇ ગઇ છે. ભારતીય ટીમ કોલંબોમાં આગામી મેચની તૈયારી કરી રહી છે. ત્યાં બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચની ચર્ચા ચારે બાજુ રહી છે. ભારતીય ખેલાડીઓ નેટમાં જોરદાર પ્રેક્ટીસ કરી રહ્યાં છે. રન મશીન વિરાટ કોહલી પણ નેટ પ્રેક્ટીસ કરી રહ્યો છે. આ સમયે વિરાટ કોહલીએ શ્રીલંકાના યુવા ખેલાડીઓને ક્રિકેટના પાઠ ભણાવ્યા હતાં. આ યુવા ખેલાડીઓએ વિરાટ પાસેથી ટીપ્સ પણ લીધી હતી. એમાંથી વિરાટના એક ચાહકે તેને ચાંદીની બેટ ગીફ્ટ કરી છે. આનો વિડીયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયો પર હવે લાઇક્સ અને શેરનો વરસાદ થઇ રહ્યો છે.

https://twitter.com/i/status/1700375227975582161

બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં વિરાટ કોહલી શ્રીલંકાના યુવા ખેલાડીઓને ટીપ્સ આપી રહ્યો છે. એક ખેલાડીએ વિરાટની તારીફ પણ કરી છે. આ વિડીયોને 4 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. ઉપરાંત કમેન્ટનો પણ વરસાદ થઇ રહ્યો છે. જેણે વિરાટને ચાંદીની બેટ ગીફ્ટ કરી છે એ યુવા ખિલાડી પણ આ વિડીયોમાં દેખાય છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ કોલંબોમાં યોજાનાર છે. વરસાદને કારણે 2જી સપ્ટેમ્બરના રોજ યોજાયેલ મેચ રદ કરવામાં આવી હતી. હવે ફરી ભારત-પાકિસ્તાનની મેચની તારીખ નક્કી થઇ ગઇ છે. ત્યારે આ મેચમાં કોણ બાજી મારશે તે તરફ બધાનું જ ધ્યાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button