
ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ જાહેર કરીને ચર્ચામાં આવ્યા હતા. એની સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વિદેશમાં શિફ્ટ થવા અંગે ચર્ચામાં આવ્યા છે. આ મુદ્દે વિરુષ્કાએ નિવેદન પણ આપ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી પત્ની અને બાળકોની સાથે લંડન શિફ્ટ થઈ રહ્યા છે, તેમાંય વળી અનુષ્કા શર્માએ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, તેથી લોકો જુદાજુદા તર્ક-વિતર્ક કરી રહ્યા છે. અનુષ્કા શર્માએ બે તસવીરો પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે તેથી લોકો તર્ક-વિતર્ક કરી રહ્યા છે કે બંને લોકો કદાચ કાયમી ધોરણે લંડન શિફ્ટ થઈ શકે છે.
દીકરા અકાયના જન્મ વખતે અનુષ્કા શર્મા લંડનમાં હતી, ત્યાર પછી હજુ પણ અનુષ્કા લંડનમાં રહે છે, તેથી લોકોએ તર્ક લગાવી રહ્યા છે કે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં શિફ્ટ થઈ ગયા છે. એટલે સુધી કે વિરાટની દીકરી વામિકા સાથે રેસ્ટોરામાં પણ જોવા મળી હતી. ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ પછી અનુષ્કાએ વિરાટ કોહલીની પ્રશંસા કરતી પોસ્ટ પણ લખીની ચ્રાચમાં આવી હતી.

તાજેતરમાં અનુષ્કા શર્માએ લંડનથી સોશિયલ મીડિયા પરની એક સ્ટોરી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં બેરી અને દ્રાક્ષ, સ્ટ્રોબરી જોવા મળી હતી, જ્યારે મિડલમાં હાર્ટ પોસ્ટ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા પછી એના અંગે પણ યૂઝરે ખણખોદ કરવાનું ચાલુ કર્યું હતું અને લોકો અલગ અલગ તર્ક-વિતર્ક કરી રહ્યા છે, જે વાઈરલ થઈ રહ્યા છે.
દરમિયાન વિરાટ કોહલી સાથે એક ચાહકે લંડન એરપોર્ટ પરનો એક ફોટો પણ શેર કર્યો હતો, જ્યારે વિરાટ અને ભારતીય ટીમ ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતી ચૂકી હતી. હવે લંડન એરપોર્ટ પર તેના ચાહક દ્વારા તેનો ફોટો શેર કરવો અને અનુષ્કાની ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પરની આ પોસ્ટને કનેક્ટ કરીને લોકો તર્ક વિતર્ક લગાવી રહ્યા છે.
હકીકતમાં આ બંને તસવીરોને લઈ લોકો તર્ક લગાવી રહ્યા છે કે વાસ્તવમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થઈ ગયા છે અને એની પાછળનું લોજિક એ છે કે તેઓ સામાન્ય લાઈફ જીવવા માગે છે. એવું પણ કહેવાય છે કે બંને લોકો લંડનમાં એકસાથે મોટા ભાગે જોવા મળ્યા છે. 2023માં વિરાટ હેક્ટિક શેડયૂલથી બ્રેક લઈને અનુષ્કા સાથે લંડન પહોંચીને ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો અને એ વખતના તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી.