બેંગ્લુરુ: ગઈકાલે બેંગ્લુરૂ ખાતે રમાયેલી RCB Vs PBKS મેચમાં RCBની જીત થઈ હતી અને RCBની ટીમ પોતાની આ જીતથી એકદમ આનંદમાં આવી ગઈ હતી. જોકે, આ જીત બાદ સોશિયલ મીડિયા પર Virat Kohliનો એક વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળી રહ્યો છે. આવો જોઈએ આખરે જીત બાદ Virat Kohliએ સૌથી પહેલાં કોને કોલ કર્યો અને આ Good News શેર કર્યા હતા…
મળી રહેલી માહિતી પ્રમાણે Virat Kohliએ IPL 2024માં RCBની પહેલી જીત બાદ તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ Anushka Sharmaને ગ્રાઉન્ડ પરથી જ વીડિયો કોલ કર્યો હતો અને તેની સાથે વાત કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીજા બાળક Akaayના જન્મ બાદ Anushka Sharma Londonમાં છે, જ્યારે Virat Kohli અહીં ભારતમાં IPL 2024 રમી રહ્યો છે. આ દરમિયાન, વિરાટે તેની મેચ રમ્યા પછી તેના પરિવાર સાથે ફેસટાઈમ કર્યો, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સને King Kohliનો આ Family Man version ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મેચમાં જીત મેળવ્યા બાદ કોહલીએ પરિવાર સાથે તેની ખુશી વહેંચી હતી.
ALSO READ : IPL2024 RCB vs PBKS: પંજાબ સામે બેંગલુરુની Royal જીત, વિરાટના નામે નોંધાયા નવા Record
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહેલા એક બીજા વીડિયોમાં વિરાટ કોહલીને ચાળા પડતો અને ચિડવતો પણ જોઈ શકાય છે. પરિવારથી દૂર હોવા છતાં પણ વર્ચ્યુઅલ કૉલ પર વિરાટ કોહલી બાળકો અને પત્ની સાથે સુંદર પળો શેર કરી હતી. આ સિવાય વિરાટને વીડિયો કોલ પર ફ્લાઈંગ કિસ આપતો પણ જોઈ શકાય છે.
મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનિંગ બેટ્સમેન વિરાટ કોહલીએ ગઈકાલે બેંગલુરૂ ખાતે રમાયેલી મેચમાં શાનદાર અને જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.