સ્પોર્ટસ

‘સાહેબ, મારા બે જ હાથ છે….’ વિરાટ કોહલી પર કેમ ભડક્યા ફેન્સ, જાણો

વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે કાનપુરમાં છે. આજથી શરૂ થયેલી આ મેચ માટે બંને ટીમોને કાનપુરની આલા ગ્રાન્ડ હોટેલમાં પણ ઉતારો આપવામાં આવ્યો છે. અહીં આવેલા તમામ ખેલાડીઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલીને જોવા માટે લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાહકોએ આ ક્રિકેટરનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું. પરંતુ આ દરમિયાન કોહલી તેના એટિટ્યુડ અને સ્ટાફને આપેલા જવાબને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.

વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે જેવો કોહલી હોટેલ લોબીમાં પ્રવેશે છે, કે તેને કપાળ પર તિલક લગાવી રૂદ્રાક્ષમાળા પહેરાવી હાથમાં પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે. ફેન્સ કોહલીને ફૂલ આપે છે અને કોહલી તેમનાથી થોડો ગુસ્સે થાય છે. હોટલનો સ્ટાફ તેની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પછી વિરાટ કોહલી અચાનક કહે છે – ‘સર, મારા માત્ર બે હાથ છે.’ આટલું જ નહીં, વિરાટ તે ફૂલો બીજા કોઈ અધિકારીને આપે છે અને ત્યાંથી નીકળી જાય છે.

આ પણ વાંચો : વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને કિસ કરી? જાણો વાયરલ વીડિયો પાછળનું સત્ય

https://twitter.com/i/status/1838576034284716276


આ વીડિયો જોઇને ચાહકો પણ કોહલી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તે ફરી એકવાર ટીકાકારોના નિશાના પર આવી ગયા છે. ચાહકોને તેનું આવું વર્તન યોગ્ય નથી લાગ્યું. એક ચાહકે તો જણાવ્યું હતું કે, ‘પૈસા આવી ગયા પછી દરેક વ્યક્તિ પોતાને ભગવાન માનવા લાગે છે.’

વિરાટ કોહલીની આવી વર્તણૂંક આજકાલની નથી. તે પહેલા પણ આ પ્રકારની વર્તણૂંક દાખવી ચૂક્યો છે. હકીકતમાં ભારતમા કોહલીની ફેન ફોલોઇંગ એટલી બધી છે કે લોકો તેને ભગવાન સમજીને પૂજે છે અને તેથી જ તેની એક ઝલક મેળવવા કે તેની સાથે હાથ મિલાવવા આતુર હોય છે. જોકે, વિરાટ કોહલી આવી ભીડભાડમાં અસ્વસ્થતા અનુભવે છે. તેનું માનવું છે કે ક્રિકેટનો એક જ ગોડ છે અને તે છે સચિન તેડુંલકર. વિરાટ સામાન્ય અને સહજ રીતે તમારી મારી જેમ જીવવા અને રહેવા માગે છે, જ્યાં લોકો તેને જોઇને તેને ગળે વળગાડવા દોટ ના મૂકતા હોય. તે પોતાના અને પોતાના પરિવાર માટે સાદી સીધી જિંદગી ઇચ્છે છે, જેમાં તે પરિવાર સાથે બહાર જઇને હોટેલમાં જમી શકે, ફરવા જઇ શકે. મનફાવે ત્યાં હરીફરી શકે, પણ ભારતમાં જે પ્રકારનું કોહલીનું ફેન ફોલોઇંગ છે, તે જોતા તેના માટે આવું વાતાવરણ મળવું અશક્ય જ છે. તેથી જ કદાચ વિરાટ કોહલીએ ભારત છોડીને લંડનમાં રહેવાનું વિચાર્યું હશે, કારણ કે તેને ત્યાં કોઇ ઓળખી જવાનો ડર પણ નથી. ત્યાં તે આરામથી ટ્રેન, બસ, મેટ્રોમાં સવારી કરી શકે છે. એને સાથે સિક્યોરિટીને લઇને ફરવું પડતું નથી. તે તેના પરિવારને લઇને બહાર ફરવા પણ જઇ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઇ શકે છે અને શાંતિથી પોતાની લાઇફ જીવી શકે છે, જે ઇન્ડિયામાં શક્ય નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button