IND vs AUS: વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેન્સને આ રીતે ચીડવ્યા! Watch Video
સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં (Sydney Test Match) રમાઈ રહી છે. રોહિત શર્માએ ડ્રોપ લેતા જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે, મેચના ત્રીજા દિવસે મેદાન પર બુમરાહની ગેરહાજરીને કારણે વિરાટ કોહલીએ કમાન (Virat Kohli) સંભાળી હતી. આ દરમિયાન વિરાટ તેના અંદાજમાં કેપ્ટન્સી કરતો જોવા મળ્યો છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઇનિંગ દરમિયાન, વિરાટે કંઈક એવું કર્યું જેની ચર્ચા થઈ રહી છે.
વિરાટ કોહલી મેદાન પર ઓસ્ટ્રેલિયાના ‘સેન્ડપેપર વિવાદ’ની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો, કોહલી સેન્ડપેપર એક્ટની નકલ કરીને ઓસ્ટ્રેલિયન દર્શકોને ચીડવતો જોવા મળ્યો હતો, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
Also read: વિરાટ કોહલી જેવા દેખાતા આ ફીલ્ડરે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી!
આ રીતે ઉડાવી મજાક:
અગાઉ પણ ઘણી વાર વિરાટે ઓસ્ટ્રેલિયન ફેન્સને સ્લેજ કર્યા હતાં. એવામાં આજે વિરાટે સેન્ડપેપર કાંડની નકલ કરીને ઓસ્ટ્રેલિયન દર્શકોની મજાક ઉડાવી હતી.
સ્ટીવ સ્મિથ આઉટ થયો ત્યારે દર્શકોએ વિરાટનું હૂટીંગ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ વિરાટે સેન્ડપેપર એક્ટની નકલ કરીને જવાબ આપ્યો. કોહલી એવા જ ઈશારા કર્યા જે રીતે વર્ષ 2018માં કેમરૂન બેનક્રોફ્ટે સેન્ડ પેપર વડે બોલ સાથે છેડછાડ કરી હતી. કેમરન બેનક્રોફ્ટ સાથે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર પણ ‘સેન્ડપેપર કોન્ટ્રોવર્સી’માં સામેલ હતા.