કોહલી પોતાની બ્રેન્ડ વેચી રહ્યો છે અને ખરીદનારની જ કંપનીમાં કરશે રોકાણ!

મુંબઈઃ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ એક જાણીતી સ્પોર્ટ્સવેઅર (Sportswear) કંપની સાથે ભાગીદારીને લગતા કરાર કર્યા છે જે મુજબ કોહલી એ કંપનીને One8 નામની પોતાની સ્પોર્ટ્સવેઅર બ્રેન્ડ આ કંપનીને વેચી રહ્યો છે અને એ જ કંપનીમાં લગભગ 40 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
થોડા દિવસ પહેલાં એવી વાતો હતી કે કોહલી મુંબઈમાં સ્વર્ગીય પાર્શ્વગાયક કિશોર કુમારના બંગલામાં થોડા વર્ષ પહેલાં શરૂ કરેલી One8 નામની રેસ્ટોરાં વેચી રહ્યો છે. જોકે એવું નથી. હકીકત એ છે કે કોહલી ખેલકૂદને લગતી ચીજોનું ઉત્પાદન ધરાવતી બ્રેન્ડ ઍજિલિટાસ (Agilitas) સ્પોર્ટ્સ નામની કંપનીને વેચી રહ્યો છે.
આ પણ વાંચો : વિરાટ પહોંચી ગયો વિશાખાપટનમના શ્રી વરાહા લક્ષ્મી મંદિરે
Today marks the beginning of an exciting new chapter straight from my heart. A new journey begins for one8 and Agilitas, driven by purpose and ambition. Taking one8 home to Agilitas. pic.twitter.com/mZDoKitq2c
— Virat Kohli (@imVkohli) December 8, 2025
કોહલી (Kohli)એ આ જાહેરાત સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝના અંત પછી થોડા જ દિવસમાં કરી છે. એ શ્રેણીમાં તે પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીત્યો હતો.
કોહલીએ તાજેતરમાં જાણીતી બ્રેન્ડ પ્યૂમા સાથેના કરોડો રૂપિયાના ડીલનો અંત લાવી દીધો હતો અને હવે તે બીજી કંપનીનો સ્ટેક-હૉલ્ડર બન્યો છે જેમાં તેનો ઇક્વિટી હિસ્સો 1.94 ટકા રહેશે.



