વિરાટે મજાકમાં ને મજાકમાં કહી દીધું, `મારે 2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતવો છે’
નિવૃત્તિની અટકળો વિશે પણ કિંગ કોહલીએ ચોખવટ કરી દીધી

બેન્ગલૂરુઃ 200થી વધુ દેશોના ખેલાડીઓ-ઍથ્લીટોના સમાવેશ સાથે દર ચાર વર્ષે યોજાતા વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઑલિમ્પિક્સમાં ક્રિકેટની રમત 2028ની સાલમાં 128 વર્ષે કમબૅક કરશે અને એમાં પોતે ભારત માટે ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીતવા માગે છે એવું વિરાટ કોહલીએ આજે અહીં એક કાર્યક્રમ દરમ્યાન મજાકમાં કહ્યું હતું. 2028માં વિરાટ 40 વર્ષનો થઈ ગયો હશે એટલે ત્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો હશે કે કેમ એમાં શંકા છે, પણ તેની સ્ફૂર્તિ, ક્ષમતા અને કાબેલિયત જોતાં તે હજી ત્રણ વર્ષ સુધી રમે પણ ખરો.
ઑલિમ્પિક્સમાં ક્રિકેટની રમત અગાઉ 1900ની સાલમાં પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં હતી. 2028નો આ મેગા રમતોત્સવ અમેરિકાના લૉસ ઍન્જલસમાં યોજાવાનો છે.
આ પણ વાંચો: IND VS NZ: જાડેજાએ વિકેટ લીધા પછી વિરાટે મેદાનમાં કંઈક એવું કર્યું કે વીડિયો થયો વાઈરલ
પીટીઆઇના અહેવાલ મુજબ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ના મુખ્ય બૅટર વિરાટે બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ નિમિત્તે બેન્ગલૂરુમાં આયોજિત આરસીબી ઇનૉવેશન લૅબ ટૉક’ શૉમાં કહ્યું હતું કેક્રિકેટને ફરી ઑલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી એ બદલ હું ખૂબ જ રોમાંચિત છું. આઇપીએલે ક્રિકેટની રમતને ખેલજગતના આ સૌથી મોટા રમતોત્સવમાં સામેલ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.’
વિરાટે સૌનું ધ્યાન ખેંચે એવા ખરા વિધાનો હવે કહ્યા હતા. તેણે ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઇસા ગુહા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઑલિમ્પિક ચૅમ્પિયન બનવાથી હૃદયમાં અપ્રતિમ ભાવ ઉત્પન્ન થાય. ક્રિકેટની રમતને આ મહા રમતોત્સવમાં ફરી સ્થાન મળ્યું છે. એ જોતાં આપણા કેટલાક ખેલાડીઓને એમાં મેડલ જીતવાની મહાન તક મળી એમ કહી શકાય. આપણા ઍથ્લીટો (ખેલાડીઓ) આ સૌથી મોટા રમતોત્સવમાં ભાગ લેવાનો અને મેડલ જીતવાનો અવસર માણશે. મને ખાતરી છે કે અમે (ભારતીયો) મેડલ મેળવીશું જ. એ રમતોત્સવમાં પુરુષ અને મહિલા, બન્ને વર્ગના ક્રિકેટરો મેડલ માટેની હરીફાઈમાં જોવા મળશે.’ વિરાટને પૂછવામાં આવ્યું કેતમે 2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટનો મેડલ જીતવા રોમાંચિત છો?’ એના જવાબમાં વિરાટે થોડું ગંભીરતાથી અને થોડું મજાકમાં કહ્યું, `હું? ઑલિમ્પિક્સમાં? અત્યારે કંઈ જ ન કહી શકું. હા, અમારી ગોલ્ડ મેડલ માટેની મૅચ હશે તો હું એ એક મૅચ માટે રમીશ, મેડલ જીતીશ અને ઘરે (સ્વદેશ) પાછો આવી જઈશ. એકંદરે, ક્રિકેટનો ઑલિમ્પિક્સમાં ફરી સમાવેશ થવો એ ખેલજગત માટે જ બહુ મોટી વાત છે.’
આ પણ વાંચો: ICC Champions Trophy: આ મામલે વિરાટે પોન્ટિંગને પાછળ છોડ્યો, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા
વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)એ ભારતની મહિલા ક્રિકેટમાં બહુ મોટું પરિવર્તન લાવી દીધું હોવાનું પણ વિરાટે કહ્યું હતું.
હમણાં નિવૃત્ત થવાનો મારો કોઈ વિચાર નથીઃ કોહલી
વિરાટ કોહલીએ આજે બેન્ગલૂરુમાં આરસીબીના એક શૉમાં ભારપૂર્વક કહ્યું હતું કે હાલમાં રિટાયરમેન્ટ લેવા વિશે હું કંઈ જ વિચારતો નથી, કારણકે હું હજી પણ ક્રિકેટ ઘણી એન્જૉય કરી રહ્યો છું. મારામાં બધાએ જે સ્પર્ધાત્મક શક્તિ જોઈ છે એ હજી પણ અકબંધ છે.’ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા કોહલીએ તાજેતરમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને પરાજય ચખાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. કોહલીએ પોતાના ચાહકો માટે કહ્યું હતું કેનર્વસ થવાની કોઈ જરૂર નથી. હું રિટાયરમેન્ટની કોઈ જાહેરાત નથી કરવાનો. હમણાં તો મારી દૃષ્ટિએ બધુ ઠીક જઈ રહ્યું છે. મને હજી પણ રમવું ખૂબ ગમે છે. સિદ્ધિઓ અને કીર્તિમાનો મેળવવાની મારી કોઈ મહેચ્છા નથી. મને હજી રમવું ખૂબ ગમે છે એટલે જ રમતો રહ્યો છું. જ્યાં સુધી એન્જૉય કરતો રહીશ ત્યાં સુધી રમતો રહીશ.’