સ્પોર્ટસ

Fail Or Pass: King Kohli માટે 2024નું વર્ષ રહ્યું સૌથી ખરાબ, હજુ રેકોર્ડ સુધારવાની તક

મુંબઈ: વિરાટ કોહલી(Virat Kohli)ની ગણના ક્રિકેટના મહાન બેટ્સમેનમાં થાય છે. છેલ્લા એક દાયકામાં વિરાટે ક્રિકેટ જગતમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. તેના આગવા અંદાજને કારણે દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. વિરાટે ઘણી શાનદાર ઇનિંગ રમીને ભારતને ઘણી મેચો જીતાડી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિરાટનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે, ખાસ કરીને વર્ષ 2024 વિરાટ માટે ખરાબ રહ્યું છે.

ચાહકોને દર વખતે વિરાટ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હોય છે. છેલ્લી 8 ટેસ્ટ ઇનિંગ્સમાં વિરાટે માત્ર એક જ ફિફ્ટી ફટકારી છે. વિરાટે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 મેચ રમીને કુલ 483 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 21.95 રહી, વિરાટની આખી કારકિર્દી દરમિયાન કોઈપણ વર્ષમાં આટલી ઓછી એવરેજ નથી રહી.

નોંધનીય છે કે વર્ષ 2024 હજી પૂરું થયું નથી અને એવું પણ બની શકે કે આવનારી મેચોમાં સારું પ્રદર્શન કરે અને એવરેજ થોડી સુધરે. આ પહેલા તેના માટે સૌથી ખરાબ એવરેજ વર્ષ 2008માં રહી હતી. એ વર્ષે તેણે કુલ 5 મેચ રમી અને 159 રન બનાવ્યા અને તેની એવરેજ 31.80 રહી હતી. વિરાટે વર્ષ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર ભારતનો એકમાત્ર ખેલાડી છે. વિરાટે T20 વર્લ્ડ કપ 2024 માં ભારતની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. અત્યારે તેનું ધ્યાન ટેસ્ટ અને વનડે પર છે. તે સચિન તેંડુલકર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા ખેલાડી છે. તેના નામે 80 સદીઓ નોંધાયેલી છે.

Also Read – પાણીના બૉક્સ બન્યા કોહલીના ક્રોધનો શિકાર! જુઓ, કેવી રીતે…

વિરાટ કોહલીએ 117 ટેસ્ટ મેચમાં 9035 રન બનાવ્યા છે, 295 ODI મેચોમાં 13906 રન અને 125 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 4188 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીની વર્ષ વાર એવરેજ :
વર્ષ 2008માં 31.80, વર્ષ 2009માં 54.16, વર્ષ 2010માં 48.61, વર્ષ 2011માં 39.14, વર્ષ 2012માં 53.31, વર્ષ 2013માં 53.13, વર્ષ 2014માં 55.75, વર્ષ 2015માં 38.44, વર્ષ 2016માં 86.50, વર્ષ 2017માં 68.73, વર્ષ 2018માં 68.37, વર્ષ 2019માં 64.60, વર્ષ 2020માં 36.60, વર્ષ 2021માં 37.07, વર્ષ 2022માં 38.51, વર્ષ 2023માં 66.06, વર્ષ 2024માં 21.95.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker