કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યાં આટલા વર્ષ, નોંધાવ્યા અનેક વિક્રમો

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની વન-ડે મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટની ડેબ્યૂ મેચ કંઈ ખાસ રહી ન હતી અને તે માત્ર 12 રન કરીને આઉટ થઈ ગયો હતો.
ક્રિકેટ જગતમાં ‘કિંગ કોહલી’ અને ‘ધ રન મશીન’ના નામથી પ્રખ્યાત વિરાટે ક્રિકેટના ગોલ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયો ખાસ કરીને જ્યારે તે આઉટ ઓફ ફોર્મ હતો. તેમની પ્રતિબદ્ધતા, ક્રિકેટ પ્રત્યેની લગન અને સખત મહેનત તેમને નવી ઊંચાઈએ લઈ ગઈ છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી હમણાં તો લંડનમાં હતો, પોતાની રેસ્ટૉરાંમાં ક્યારે આવી ગયો!
વિરાટ કોહલીએ તેની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ઘણા જબરદસ્ત રેકોર્ડ બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ કોહલીને ભારતના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. પોતાની કારકિર્દીમાં કોહલી 2011 વન-ડે વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024 ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે.
સચિન તેંડુલકર (100) બાદ વિરાટ કોહલી (80) સૌથી વધુ સદી ફટકારનાર બીજો ખેલાડી છે, વિરાટે વન-ડેમાં સચિન તેંડુલકર (49)ને પાછળ છોડીને અડધી સદી પૂરી કરી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ છ વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન રહી હતી.
આ પણ વાંચો: તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!
વિરાટ કોહલી વિશ્વનો ચોથો સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. હાલમાં વિરાટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ક્રિકેટ રમતા ખેલાડીઓમાં સૌથી વધુ રન કર્યા છે. કોહલીએ કેપ્ટન તરીકે સાત બેવડી સદી ફટકારી છે. તેણે વેલી હેમન્ડ અને મહેલા જયવર્દનેની બરાબરી કરી છે.
2008માં તેની વન-ડે ડેબ્યૂ કર્યા બાદ વિરાટ કોહલીએ 2011માં તેનું ટી-20 અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 113 ટેસ્ટ, 295 વન-ડે અને 125 ટી-20 મેચ રમી છે. વિરાટે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.