મનોરંજનસ્પોર્ટસ

વિરાટ કોહલી હમણાં તો લંડનમાં હતો, પોતાની રેસ્ટૉરાંમાં ક્યારે આવી ગયો!

નવી દિલ્હી: વિરાટ કોહલી હરીફ ટીમના બોલર્સને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે એટલો હાલમાં તેના અસંખ્ય ચાહકોને ક્ધફ્યૂઝ કરી રહ્યો છે. ક્યારેક મેદાન પર હોય તો ક્યારેક
દિલ્હીમાં તો ક્યારેક લંડનમાં. હજી બે દિવસ પહેલાં તે લંડનમાં એક રસ્તાના સિગ્નલ પર એકલો ઊભો હતો અને કોઈકને કંઈક કહી રહ્યો હતો એનો વીડિયો વાઇરલ થયો ત્યાં તો ફરી એક વીડિયો ચગવા લાગ્યો છે જેમાં અસ્સલ તેના જેવો દેખાતો યુવાન તેની જ (વિરાટની જ) રેસ્ટૉરાંમાં આવેલો બતાવાયો હતો.

જૂનમાં ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતને જિતાડ્યા પછી વિરાટે બ્રેક લીધો અને પત્ની અનુષ્કા પાસે લંડન પહોંચી ગયો હતો, કારણકે અનુષ્કાએ પુત્ર (અકાય)ને જન્મ આપ્યો હતો. વિરાટ ઑગસ્ટમાં ભારત પાછો આવ્યો અને કોલંબોમાં શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ રમવા ગયો હતો. ત્યાં અઠવાડિયું રમ્યા પછી તે પાછો લંડન પહોંચી ગયો છે.
જોકે નવો જે વીડિયો વાઇરલ થયો છે એ અનોખો છે. વાત એવી છે કે વિરાટ હમણાં આસપાસ નથી એટલે વિરાટનો હમશકલ (લુકઅલાઇક) છવાઈ ગયો છે. વિરાટની વન8કૉમ્યૂન નામની રેસ્ટોરાં દિલ્હી તથા કોલકાતા ઉપરાંત પુણે અને મુંબઈમાં છે. મુંબઈમાં તેની આ રેસ્ટૉરાં (જે મહાન ગાયક કિશોર કુમારના જૂહુના બંગલામાં બની છે) 2022ની સાલમાં ખૂલી હતી.

આ પણ વાંચો : Hardik Pandyaથી ડિવોર્સ લીધા બાદ Natasa Stankovik કયું મોટું પગલું લેવાની તૈયારીમાં?

વિરાટની આમાંની એક રેસ્ટૉરાંમાં વિરાટ કોહલીનો (અસ્સલ તેના જેવો દેખાતો) હમશકલ આવ્યો હતો જેનો વીડિયો વાઇરલ થયો છે. તેની સ્ટાઈલ વિરાટ જેવી જ હતી. તે આવી પહોંચતાં જ રેસ્ટૉરાંના સ્ટાફ મેમ્બર્સ તેમ જ અન્ય કસ્ટમર્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. સાર્થક સચદેવા નામના કોહલીફૅને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેને સાડાત્રણ લાખ જેટલા લાઇક્સ મળી ચૂક્યા છે.

સામાન્ય રીતે રિયલ વિરાટ કોહલીને જોઈને લોકો પ્રભાવિત થઈ જતા હોય છે અને રોમાંચિત થઈ જાય છે, પરંતુ વિરાટના હમશકલને જોઈને પહેલાં તો લોકો ડઘાઈ ગયા અને પછી હકીકતની જાણ થતાં હસવા લાગ્યા હતા. કેટલાક તો માનવા જ તૈયાર નહોતા કે આ નકલી કોહલી છે. એક ગ્રાહકે એ યુવાનની નજીક જઈને જોયું ત્યારે તેને ખાતરી થઈ કે આ તો કોહલીનો હમશકલ છે. એક કોહલીચાહકે આ યુવાનને ‘વિરાજ તોહલી’ નામ આપ્યું હતું…માણસ નકલી છે તો તેને નામ પણ બનાવટી અપાયું!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?