સ્પોર્ટસ

વિરાટ કોહલી ગૂગલ પર છેલ્લાં ૨૫ વર્ષમાં સૌથી વધુ સર્ચ થનાર ક્રિકેટર

ન્યૂયોર્ક: સર્ચ એન્જિન ‘ગૂગલ’ એ તેના સમગ્ર ૨૫ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી બહાર પાડી છે. તેમાં ક્રિકેટરોમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર છે. એટલે કે જ્યારથી ગૂગલ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ઘણા મહાન ક્રિકેટરો આવ્યા છે પરંતુ વિરાટ કોહલી ગૂગલના ઇતિહાસમાં સૌથી વધુ સર્ચ થનાર ક્રિકેટર બન્યો હતો. સચિન તેંડુલકર, શેન વોર્ન, મુથૈયા મુરલીધરન, રિકી પોન્ટિંગ, એમએસ ધોની, રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં સૌથી વધુ સર્ચ કરાયેલા એથ્લેટ્સની વાત કરવામાં આવે તો કોહલી તેમાં ટોચ પર નથી. રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ દિગ્ગજ અને પોર્ટુગલ ફૂટબોલ ટીમના વર્તમાન કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીમાં ટોચ પર છે. ૩૮ વર્ષની ઉંમરમાં પણ આ ફૂટબોલર સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

રોનાલ્ડોએ આ યાદીમાં ટોચના સ્થાને કેટલાક મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. જેમાં લિયોનેલ મેસ્સી, રોજર ફેડરર, રાફેલ નડાલ અને જોકોવિચ જેવા નામ સામેલ છે. જ્યારે ફૂટબોલ સૌથી વધુ સર્ચ કરાયેલી
રમત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button