‘વિરાટ કોહલી મારો ક્રશ છે’: જાણીતી અભિનેત્રીએ ખુલાસો કરીને સૌને ચોંકાવ્યા
મુંબઈ: ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન, સુપરસ્ટાર અને રન-મશીન વિરાટ કોહલીની દરેક નાની-નાની બાબતો મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ-ડેના એક જાણીતી અભિનેત્રીએ વિરાટ કોહલીને પોતાનો ક્રશ હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે.
સાઉથની જાણીતી અભિનેત્રી વર્ષા બોલમ્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે વિરાટ કોહલી પર તે ફિદા છે અને વિરાટ કોહલી તેનો સેલિબ્રિટી ક્રશ પણ છે. 27 વર્ષની હિરોઇન વર્ષા બોલમ્માએ કહ્યું હતું કે જ્યારે તે નાની હતી તે સમયથી અખબારમાં છપાયેલા વિરાટના દરેક ફોટાને કટ કરી પોતાની પાસે રાખતી હતી.
બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ગણાતી વર્ષાએ કહ્યું હતું કે વિરાટને લીધે જ તેણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું હતું અને તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટની સુકાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ને પણ સપોર્ટ કરે છે.
વિરાટ કોહલીની વાત કરીએ તો આખી દુનિયામાં તેના કરોડો ચાહકો છે. આ ચાહકોમાં અનેક લોકો વિરાટને પોતાનો આઇડલ અને ક્રશ માને છે, પણ વિરાટે બૉલીવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017માં લગ્ન કરી લીધા હતા અને બંનેને એક વામિકા નામની દીકરી પણ છે તેમ જ થોડા સમય પહેલા વામિકાની તસવીર પણ સામે આવી હતી. અસંખ્ય ચાહકોવાળા વિરાટ કોહલીની આ લિસ્ટમાં સાઉથ ફિલ્મની એક અભિનેત્રીએ પણ સામેલ થઈ ગઈ છે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે વર્ષા બોલમ્મા સાઉથની જાણીતી અભિનેત્રી છે, જ્યારે તેને બિગિલ (2019), 96 અને મિડલ ક્લાસ મેલોડિઝ માટે જાણીતી છે.