સ્પોર્ટસ

મુંબઈ એરપોર્ટ પર ફેન્સના આવા વર્તનને કારણે વિરાટ કોહલી ચિડાયો, જાણો શું કહ્યું

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport)થી સેલીબ્રીટીઝની આવનજાવન રહેતી હોય છે. જેને કારણે એરપોર્ટની બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને ફેન્સ સેલીબ્રીટીઝના ફોટો કેપ્ચર કરવા અને સેલ્ફી લેવા માટે ભીડ લગાવતા હોય છે. ઘણી વાર દેખીતીરીતે સેલિબ્રિટીઝને અસુવિધા પડતી હોય છે. આવો જ ખરાબ અનુભવ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી(Virat Kohli)ને પરિવારને થયો હતો.


Also read: હસો, હસવાના છે અગણિત ફાયદા


ગઈ કાલે શનિવારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે વિરાટ ઓસ્ટ્રેલીયા જવા રવાના થયો હતો. વિરાટ પત્ની અનુષ્કા શર્મા અને બાળકોને એરપોર્ટ પર પહોંચ્યો હતો, આ દરમિયાન ચાહકોએ વિરાટ સાથે સેલ્ફી લેવા ભીડ લગાવી હતી, જને કારણે વિરાટ ચિડાયો હતો અને નારજગી વ્યક્ત કરી હતી.

એરપોર્ટ પર આવતા જ કોહલીએ શરૂઆતમાં પાપારાઝીને વિનંતી કરી કે તેઓ અનુષ્કા અને બાળકો સાથે ફોટો ન ખેંચે. જો કે, થોડી વારમાં ફેન્સે તેમણે ઘેરી લીધો અને ચાહકોએ સેલ્ફીની લેવા રીક્વેસ્ટ કરી હતી. જેના કારણે વિરાટ ચિડાઈ ગયો કારણ કે તેનો પરિવાર એરપોર્ટની અંદર પહોંચી ગયો હતો, જ્યારે કેટલાક લોકો સેલ્ફી લેવા વિરાટને આગ્રહ કર્યો હતો. વિરાટે જમા થયેલા લોકોને કહ્યું કે “ફેમીલી કો રોક કે થોડી હી ના ફોટો લુંગા તુમ લોગોં કે સાથ.”

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી:
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલીયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમશે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ન્યુઝીલેન્ડ સામે 0-3થી ભારતના વ્હાઇટવોશ બાદ ભારતીય ટીમ માટે આ સિરીઝ ખુબ જ મહત્વની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ફાઇનલમાં ત્રીજી વખત સ્થાન મેળવવા ભારતને 4 મેચ જીતવા પડશે, જો એવું નહિ થાય તો અન્ય ટીમની હાર અને જીત પર આધાર રાખવો પડશે. ભારતીય ટીમ 10 અને 11 નવેમ્બરે બે બેચમાં પર્થ માટે રવાના થશે, જ્યાં તેઓ જૂના ટેસ્ટ સ્થળ WACA ખાતે પ્રેક્ટિસ કરશે.


Also read: ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું


વર્ષ 2024 વિરાટનું ફ્લોપ પ્રદર્શન:
વર્ષ 2024 દરમિયાન નબળા પ્રદર્શનના કારણે ટેસ્ટ ફોર્મેટમાં કોહલીના ભાવિ પર પ્રશ્ન ઉઠ્યા છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક વ્હાઇટવોશ બાદ નારાજ ચાહકો કોહલીને નિવૃત થવાની પણ સલાહ આપી રહ્યા છે.
2024માં વિરાટે 12 ટેસ્ટ ઇનિંગ્સમાં 22.78ની એવરેજ સાથે માત્ર 250 રન જ બનાવ્યા છે, જે એક કેલેન્ડર વર્ષમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ટીકાઓની વચ્ચે, કેટલાક ચાહકોને આશા છે કે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિરાટ ફોર્મમાં પરત ફરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker