નવી દિલ્હી: દેશ કરતાં મોટું બીજું કંઇ જ નથી હોતું આ વાત વિરાટ કોહલીએ ફરી એકવાર બતાવી દીધી છે. કારણ કે ભારતની છવી તોડવાનો પ્રયાસ કરનાર ખાલીસ્ચાની ગાયકને વિરાટ કોહલીએ જડબેસલાક જવાબ આપ્યો છે. અને ફરી એકવાર કિંગ કોહલી માટે દેશ સર્વોપરી છે એ બતાવી દીધું છે.
ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેનાડા સ્થિત પંજાબી ગાયક શુભનીત સિંગ ઉર્ફે શુભને સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યો છે. વિવાદીત ખાલીસ્તાની આંદોલન સાથે તેનો કથિત સંબંધ હોવાથી શુભને ઘણી ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાલીસ્તાની આંદોલને પંજાબને ભારતથી અલગ દેશ બનાવવાની માંગણી કરી છે. આ આંદોલનને કાયમ ભારતીય અને ભારત સરકારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે.
દરમીયાન યુવાનોના ફેવરેટ પંજાબી ગાયક શુભે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતનો નકશો શેર કર્યો હતો. જેમાં પંજાબ, કશ્મીર અને ઇશાન ભાગ ગાયબ છે. પંજાબ માટે પ્રાર્થના એવી કેપ્શન પણ તેણે લખી છે. આ કારણોસર તેણે મુંબઇનો એક શો પણ ગુમાવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ શુભે આ વાઇરલ પોસ્ટ ત્યારે શેર કરી હતી જ્યારે પંજાબ પોલીસ ખાલીસ્તાની સમર્થક અમૃતપાલ સિંગ નામની ફરાર વ્યક્તીને શોધી રહી હતી. શુભ ઓજી, એલિવેટેડ અને ચીક્સ જેવા ગીતો માટે ફેમસ છે. 2021માં શુભે તેનું પહેલું ગીત વી રોલીન રિલીઝ કર્યું હતું. જેને યુટ્યૂબ પર મિલિયન્સ વ્યુઝ મળ્યા હતાં. આ ગીત માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં પણ અનેક ઠેકાણે પસંદગી પામ્યું હતું.
જ્યારે વિરાટ કોહલીને શુભની વાસ્તવીકતા સમજાઇ ત્યારે તેણે તેને અનફોલો કરી દીધો. કોહલી યુવાઓનો આદર્શ છે. તેને અસંખ્ય યુવાનો ફોલો કરે છે. કોહલીના આ સ્ટેપને કારણે ઘણો મોટો ફરક પડશે એમ કહેવાઇ રહ્યું છે. ત્યારે કોહલીનો આ એક સ્ટેપ યુવાનોમાં દેશભક્તી મજબૂત બનાવી શકે છે. તેથી કોહલીની વર્તણૂંક ખૂબ મહત્વની સાબિત થશે. કારણ કે યુવાપેઢી કોહલીનું અનુકરણ કરે છે.
તેઓ જ્યારે જ્યારે કોહલીએ શુભને અનફોલો કર્યુ છે એમ જોશે અને એ પાછળની ભાવના સમઝશે ત્યારે ત્યારે યુવા પેઢીના મનમાં વધુ સારા વિચારો આવશે. ત્યારે કોહલીના આ એક સ્ટેપનું સોશીયલ મીડિયા પર પરિણામ વહેલીતકે જોવા મળશે.