Virat Kohliએ કોને આપ્યો સુપર મેસેજ, Good Luck પણ જણાવ્યું, જાણો શું છે મામલો?

નવી દિલ્હીઃ 26 જૂલાઈથી પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 શરૂ થશે. રમતગમતના આ મહાકુંભ માટે દરેક લોકો ઉત્સાહિત દેખાય છે. ઉત્સાહિત લોકોમાં ભારતના મહાન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ સામેલ છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કરીને પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024) માટે ભારતીય ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. કિંગ કોહલીએ વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ લાવવાની વાત કરી હતી.
કિંગ કોહલીએ વીડિયોમાં લખ્યું હતુ કે “ઇન્ડિયા. ભારત. હિંદુસ્તાન. એક સમય હતો, જ્યારે સમગ્ર વિશ્વમાં ઇન્ડિયાને માત્ર સાપ અને હાથીઓની ભૂમિ તરીકે જ જોવામાં આવતું હતું. સમયની સાથે આ બદલાયું છે. આજે આપણે સૌથી મોટા લોકતંત્ર, ગ્લોબક ટેક હબ તરીકે ઓળખાઇ છીએ. આપણે બોલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકોર્ન અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છીએ.
કિંગ કોહલીએ વધુમાં કહ્યું હતું કે “હવે આ મહાન દેશ માટે મોટી વસ્તુ શું છે? સારું, તે વધુ ગોલ્ડ, અને સિલ્વર અને બ્રોન્ઝ હશે. અમારા ભાઈઓ અને બહેનો પેરિસ ગયા છે અને મેડલ માટે ભૂખ્યા છે. તેમને અબજો લોકો જોશે. ગભરાયેલા અને ઉત્સાહિત છે. આપણા એથ્લેટ્સ ટ્રેક ફિલ્ડ અને રિંગમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. દરેક પડોશી ઈન્ડિયા, દરેક ખૂણો ઇન્ડિયા, ઇન્ડિયાના નામથી ગૂંજશે. અંતમાં કોહલીએ ઈન્ડિયાને ગુડલક પણ કહ્યું છે.
આ પણ વાંચો: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ
અહીં એ જણાવવાનું કે ટીમ ઈન્ડિયાએ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓ ભારતનું નામ રોશન કરે એવી દરેક ભારતીયોની ભાવના છે.