વિરાટ કોહલીનો વર્લ્ડ રેકૉર્ડ, સચિન-સંગકારા બન્નેને પાછળ રાખી દીધા

વડોદરાઃ વિરાટ કોહલી (Kohli)એ અહીં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં પચીસમો રન કર્યો એ સાથે એક મોટો વિશ્વ વિક્રમ તેના નામે લખાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ તેનો 28,000મો રન હતો.
વિરાટ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 28,000 રન (28,000 runs) પૂરા કરનાર વિશ્વનો ત્રીજો જ ખેલાડી છે. તેની પહેલાં આ મહાન સિદ્ધિ સચિન તેન્ડુલકર અને શ્રીલંકાના કુમાર સંગકારાએ હાંસલ કરી હતી.
આ પણ વાંચો : વિરાટ મળ્યો `મિની કોહલી’ને, તસવીર-વીડિયો વાઇરલ થયા

આ પણ વાંચો : વિરાટ કોહલીના એરપોર્ટ લૂક કરતાં વધુ ચર્ચા થઈ રહી છે તેના સ્વેટરની, જાણો શું છે ખાસ…
ઉલ્લેખનીય એ છે કે વિરાટે 28,000 રન સચિન અને સંગકારા બન્ને કરતાં ઓછી ઇનિંગ્સમાં પૂરા કર્યા છે. એ રીતે વિરાટે નવો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
વિરાટે 28,000 આંતરરાષ્ટ્રીય રન કુલ 624 ઇનિંગ્સમાં બનાવ્યા છે. સચિને આટલા જ રન 644 ઇનિંગ્સમાં અને સંગકારાએ 666 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા.



