સ્પોર્ટસ

કોહલીએ ફ્લૉપ ઇનિંગ્સમાં પણ રેકૉર્ડ બનાવ્યો! જાણો કઈ રીતે સચિનની બરાબરીમાં થઈ ગયો

ચેન્નઈ: વિરાટ કોહલીએ અહીં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ફક્ત છ રન અને બીજા દાવમાં 17 રન બનાવ્યા એમ છતાં શુક્રવારે તે અનોખી રેકૉર્ડ-બુકમાં તો આવી જ ગયો હતો. એટલું જ નહીં, ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરની હરોળમાં આવી ગયો હતો.

વાત એવી છે કે કોહલીએ ઘરઆંગણે 12,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. ભારતમાં કુલ 12,000 ઇન્ટરનૅશનલ રન પૂરા કરનારો સચિન પછીનો તે બીજો જ ખેલાડી છે. સચિને ભારતની પિચો પર 14,192 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીના નામે 12,004 રન છે. કોહલીએ શુક્રવારે 13મો રન બનાવ્યો એટલે ઘરઆંગણે તેના 12,000 રન પૂરા થયા હતા. રાહુલ દ્રવિડ 9,004 રન સાથે ત્રીજે, રોહિત શર્મા 8,690 ચોથે અને સેહવાગ 7,691 રન સાથે પાંચમે છે.

સચિન-કોહલી વચ્ચે હજી 2,188 રનનું અંતર છે. જોકે ઇનિંગ્સની વાત કરીએ તો સચિનથી કોહલી આગળ છે. કોહલીએ 12,004 રન 243 ઇનિંગ્સમાં બનાવ્યા છે, જ્યારે સચિને 14,192 રન 313 ઇનિંગ્સમાં બનાવ્યા હતા.

આ પણ વાંચો : અશ્વિન-જાડેજાના અનુગામી કોણ બની શકે? અક્ષર પટેલ, માનવ સુથાર કે પછી વૉશિંગ્ટન સુંદર?

હોમ ગ્રાઉન્ડ્સ પર સચિનની 50.32 સામે કોહલીની 58.84ની બૅટિંગ-ઍવરેજ છે. ઘરઆંગણે સચિને 42 સેન્ચુરી અને 70 હાફ સેન્ચુરી ફટકારી હતી. એની સરખામણીમાં કોહલીની ઘરઆંગણે 38 સેન્ચુરી (સચિનથી ફક્ત ચાર ઓછી) અને 59 હાફ સેન્ચુરી છે.

કોહલી 35 વર્ષનો છે અને 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમશે એવું માની શકાય. તેણે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ટેસ્ટ અને વન-ડેમાં તે આગામી લગભગ અઢી વર્ષ સુધી સારું પર્ફોર્મ કરીને સચિનના ઘરઆંગણાના કેટલાક વિક્રમોને પાર કરી શકશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…