સ્પોર્ટસ

Fact Check: વિગન હોવાના દાવા છતાં વિરાટ ચિકન ખાતા કેમેરામાં ઝડપાયો? જાણો શું છે હકીકત…

મુંબઈ: ગઈ કાલે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં બાંગ્લાદેશ સામેની મેચથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions Trophy) માં પોતાના અભિયાનની શરૂઆત કરી, આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી. આ મેચમાં ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી (Virat Kohli) 38 બોલ રમીને માત્ર 22 બનાવીને આઉટ થયો. વિરાટ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાના કેન્દ્રમાં છે, પરંતુ બાંગ્લાદેશ સામે ફ્લોપ ઇનિંગને કારણે નહીં તેના ડાએટને કારણે.

Also read : અડીખમ બનેલા જાકર અલીને છેવટે શમીએ જાકારો આપ્યો, 200મી વિકેટ લીધી

વિરાટ ચિકન ખાઈ રહ્યો છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વિરાટ કંઇક ખાતો દેખાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે વિરાટ ચિકન ખાઈ રહ્યો છે. યુઝર્સ કમેન્ટ કરીને વિરાટની ટીકા કરી રહ્યા છે. કેમ કે વિરાટે અગાઉ જાહેર કર્યું હતું કે તેણે ઘણા વર્ષો પહેલા નોન-વેજ ખાવાનું બંધ કરી દીધું હતું અને તે માત્ર શાકાહારી આહાર જ લે છે, તેણે વિગન હોવાનો પણ દાવો કર્યો છે.

કમેન્ટ સેક્શનમાં ઘણા યુઝર્સ વિરાટ પર તેના ડાએટ વિશે ખોટું બોલવાનો આરોપ મૂકી રહ્યા છે, વીડિયો જોયા પછી કેટલાક ચાહકો નારાજ થયા હતા. જોકે, ઘણા યુઝર્સ વિરાટનો બચાવ કરી રહ્યા છે.

શું છે કહીકત?
વિડીયોમાં વિરાટ શું ખાઈ રહ્યો છે તે સ્પષ્ટ નથી. છેલ્લા ઘણા વર્ષોમાં વિરાટ ચિકન ખાતો જોવા મળ્યો નથી અને વિગન ડાએટને વળગી રહ્યો છે. એવામાં આ વિડિઓ કંઈ સાબિત કરતો નથી, લોકો માત્ર અટકળો લગાવીને આવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોહલી પ્લાન્ટ બેઝ્ડ મીટ ખાઈ રહ્યો હોઈ શકે છે. કોહલીએ ‘બ્લુ ટ્રાઇબ’ નામની કંપનીમાં પણ રોકાણ કર્યું છે, જે પ્લાન્ટ બેઝ્ડ મીટ ઉત્પાદનો બનાવે છે.

Also read : નિવૃત્ત સૌરવ ગાંગુલી પાસે કેટલી બ્રાન્ડ છે જાણો છો?

શાકાહારી બનવાથી ફાયદો થયો:
વર્ષ 2018માં વિરાટ કોહલીએ જાહેર કર્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન તેને ફિટનેસ અંગે સમસ્યા થઇ હતી. તેને કરોડરજ્જુ, પેટ અને શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા જેવી સમસ્યાઓ થવા લાગી હતી. વિરાટે પોતે દાવો કર્યો છે કે ડોક્ટરોની અંગે સલાહ મળ્યા બાદ તેણે માંસાહારી ખોરાક ખાવાનું છોડી દીધું હતું. શાકાહારી આહાર લીધા પછી તેની સમસ્યામાં ઘણો સુધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button