નવી દિલ્હી: આગમી જુન મહિનામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે BCCIના સિલેક્ટર્સ અને મેનેજેમેન્ટ IPL 2024માં ખેલાડીઓના પર નજીક નજર રાખશે. અગાઉ BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી હતી કે, ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં આગામી T20 વર્લ્ડ કપ રમશે, પરંતુ ટીમમાં વિરાટ કોહલીના સમાવેશ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવામાં એવાં અહેવાલો છે કે વિરાટને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
અહેવાલ મુજબ, સિલેક્ટર્સ વિરાટને ટીમમાં રાખવામાં રસ નથી દાખવી રહ્યા, ટીમ મેનેજમેન્ટને લાગે છે કે વિરાટ T20 ફોર્મેટમાં જરૂરી અગ્રેસીવ ક્રિકેટ રમી શક્યો નથી. અહેવાલો મુજબ ICC T20 વર્લ્ડ કપ 2024 ની ટીમમાં સ્થાન મેળવવા માટે વિરાટ કોહલીએ IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પ્રભાવશાળી પ્રદર્શન કરવું પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ અને રોહિતે T20 વર્લ્ડ કપ 2022 પછી 14 મહિના સુધી કોઈ ઇન્ટરનેશનલ T20 મેચ રમી ન હતી. જો કે, વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણી બંનેએ પુનરાગમન કર્યું હતું.
BCCI સેક્રેટરી જય શાહે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે પુષ્ટિ કરી હતી, જ્યારે તેમને વિરાટ કોહલીના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
કોહલી અફઘાનિસ્તાન સામે સારું પ્રદર્શન કરવમાં નિષ્ફળ રહ્યો. મેનેજમેન્ટને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ અને USAની ધીમી વિકેટ વિરાટની બેટિંગને માટે અનુરૂપ નથી. અહેવાલો મુજબ મુખ્ય સિલેક્ટર અજિત અગરકર યુવા ખેલાડી માટે જગ્યા બનવવા વિરાટને મનાવશે. BCCIના ટોચના અધિકારીઓને લાગે છે કે સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા ખેલાડીઓ કોહલી કરતાં ટીમ માટે વધુ યોગ્ય છે.
અહેવાલમાં એવો પણ ખુલાસો થયો છે કે કેએલ રાહુલ વિકેટ કીપરની જગ્યા માટે નંબર વન પસંદગી છે. જોકે તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ અન્ય બે વિકલ્પો છે અને IPLમાં તેમનું પ્રદર્શન તેમની પસંદગી નક્કી કરશે.
સંભવિત ખેલાડીઓની યાદી મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ICCને મોકલવામાં આવશે. T20 વર્લ્ડ કપમાં ભારતને આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારત 5 જૂને આયર્લેન્ડ સામે પહેલી મેચ રમશે, ત્યાર બાદ 9 જૂને પાકિસ્તાન, 12 જૂને યુએસએ અને 15 જૂને કેનેડા સામે રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે એમએસ ધોનીની આગેવાની હેઠળ વર્ષ 2013 માં ઇન્ડિયન ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્ય બાદથી ભારતે ICC ટ્રોફી જીતી નથી.
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી…
Do this miraculous remedy on the night of Ganesh Chaturthi, father will fill the treasury with money...