IPL 2024સ્પોર્ટસ

MI vs RCB: RCB મેચ હાર્યું, પણ કિંગ કોહલીએ દિલ જીત્યા, હાર્દિક પંડ્યાના ટ્રોલ્સને એક ઈશારાથી શાંત કર્યા, જુઓ વિડીઓ

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની શરૂઆતથી જ મુંબઈ ઇન્ડિયન્સ(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા(Hardik Pandya) પર MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો રોષ ઠાલવી રહ્યા છે. આ સીઝનની કેટલીક મેચ દરમિયન સ્ટેડીયમના હાજર કેટલાક દર્શકો હાર્દિકને પજવવા માટે બુમો પડતા જોવા મળ્યા હતા. એવામાં ગઈકાલે રોયલ ચેલેન્જર બેંગલોર(RCB) સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી(Virat Kohli)એ હાર્દિકના સમર્થનમાં લોકોને શાંત રેહેવા મેદાન પરથી ઇશારો કર્યો હતો, જેની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2024ની 25મી મેચમાં પણ દર્શકો હાર્દિક પંડ્યાને બૂમો પાડી પજવવાની કોશિશ કરી રહ્યા હતા. દર્શકોનું આ વાંધાજનક વર્તન જોઈને વિરાટ કોહલી શાંત રહી શક્યો નહીં. વિરાટે ઈશારાથી લોકોને કહ્યું કે ભાઈ, હાર્દિક પણ ભારત માટે રમે છે. બૂમો પાડવાનું બંધ કરો અને તેને પ્રોત્સાહન આપો.

https://twitter.com/Vighrane01/status/1778473338501017660

આ મેચમાં હાર્દિક પંડ્યા આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે RCBને 7 વિકેટે હરાવ્યું હતું. પંડ્યાએ આ મેચમાં 350ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે આ સીઝનમાં રમેલા 5 મેચમાંથી આ બીજી મેચ જીતી છે.

જ્યારથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી તે ટ્રોલ્સના નિશાના પર છે. અલગ અલગ શહેરોમાં જ્યાં પણ MI મેચ રમવા જઈ રહી છે ત્યાં દર્શકો હાર્દિકને જોઈને હુટીંગ કરી રહ્યા છે.



ગઈકાલે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 197 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી ત્યારે પંડ્યા જ્યારે બેટિંગ કરવા મેદાન પર આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર મોટાભાગના દર્શકો તેના વિરુદ્ધ બૂમ પાડી રહ્યા હતા. આ દરમિયાન, ફિલ્ડિંગ કરી રહેલા વિરાટે દર્શકોનું આ વર્તન જોયું, ત્યારે તેણે ઈશારો કર્યો કે તે પણ ભારત માટે રમે છે, તેથી તેની સામે બૂમ પાડવાને બદલે, તમારે તેને પ્રોત્સાહિત કરવો જોઈએ.

હાર્દિક પંડ્યાએ 6 બોલમાં અણનમ 21 રન બનાવી ટીમને જીત આપવી. જ્યારે પંડ્યા મેચ પૂરી કરીને પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું ન હતું. એવું લાગી રહ્યું હતું કે લોકોએ વિરાટની વાત સ્વીકારી લીધી. જસપ્રીત બુમરાહની 5 વિકેટ બાદ, મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી RCBને 7 વિકેટે હરાવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button