વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ ક્રિકેટર તરીકે ગણતરી કરવામાં આવે છે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર પણ કોહલી સ્ટાઈલિશ લૂક સાથે અવનવી હરકતોને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી ક્રિકેટના ગ્રાઉન્ડ પર તો ડાન્સ કરીને પણ લોકોનું દિલ જીતી લેતો હોય છે. આક્રમક બેટર સાથે સોશિયલ મીડિયા સ્ટાર એવા કિંગ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ડાન્સ કરવાની વાતને લઈ ચર્ચામાં છે. વિરાટ કોહલી પોતાની માતા સરોજ કોહલી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો, જે વીડિયો વાઈરલ થયા પછી લોકોનું દિલ જીતી લીધું હતું.
હાલમાં વાઈરલ થયેલો વીડિયો પણ જૂનો છે. વીડિયો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન પછી દિલ્હીના રિસેપ્શનનો છે. વિરાટ કોહલીએ ડિસેમ્બર, 2017માં અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી વિરાટ કોહલીએ દિલ્હીમાં શાનદાર રિસેપ્શનનું આયોજન કર્યું હતું. વાઈરલ વીડિયોમાં કોહલી પંજાબી ગીત પર ડાન્સ કરે છે, જ્યારે ડાન્સ કરતા કરતા તે પોતાની માતા સરોજ કોહલી પાસે પહોંચે છે, ત્યાર બાદ કોહલી પોતાની માતા સાથે ડાન્સ માટે ઊભા કરે છે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને આજે તો સાત વર્ષ વીતી ચૂક્યા છે. હાલમાં બંને બે બાળકના માતાપિતા બની ચૂક્યા છે. બંનેને એક દીકરી અને દીકરો છે. દીકરીનું નામ વામિકા અને દીકરાનું નામ અકાય રાખવામાં આવ્યું છે.
હાલમાં લંડનમાં રહેનારા વિરાટ અને અનુષ્કા પંદર ફેબ્રુઆરી, 2024ના ફરી માતાપિતા બન્યા હતા, ત્યારબાદ તેઓ વિદેશમાં બ્રિટનમાં રહેતા હોવાના અહેવાલ છે. અનુષ્કા શર્માની સાથે વિરાટ કોહલી પણ લંડનમાં રહે છે. ડોમેસ્ટિક ક્રિકેટ સિરીઝ માટે કોહલી અવારનવાર લંડન એરપોર્ટ પર પણ અવરજવર કરતો જોવા મળે છે. આમ છતાં સત્તાવાર વિરાટ કોહલી લંડનમાં રહેતો હોવાનું સમર્થન મળ્યું નથી.