નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

Birthday Virat Kohli: 36 વર્ષનો થયો કિંગ કોહલી, ક્રિકેટના આ મોટા રેકોર્ડ કર્યા પોતાના નામે

મુંબઈ: વિશ્વના સૌથી મહાન બેટ્સમેનમાં જેની ગણતરી થાય છે એવા ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 36મો જન્મદિવસ (Virat Kohklis Birthday) છે. કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ તેણી કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે, જેને કારણે ચાહકો તેને ‘કિંગ કોહલી’ કહે છે, તેના જન્મદિવસના અવસર પર તેને બનાવેલા કેટલાક ખાસ રેકોર્ડને યાદ કરીએ.

વિરાટ કોહલી ગયા વર્ષે ODI વર્લ્ડ કપ દરમિયાન આ ફોર્મેટમાં 50 સેન્ચ્યુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. વિરાટ કોહલીએ આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ટાઈટલ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે હજુ પણ ODI અને ટેસ્ટ મેચમાં રમે છે.

ODIમાં સૌથી ઝડપી 13 હજાર રન:
વનડેમાં સૌથી ઝડપી 13000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટના નામે છે. તેણે 10 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાન સામેની તેણી 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મામલે કોહલી સચિન તેંડુલકરથી આગળ છે જેણે 321 ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ODIમાં સૌથી વધુ સદી:
વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટના નામે છે. તેણે આ ફોર્મેટમાં 50 સદી ફટકારી છે. આ બાબતમાં પણ તેણે સચિનને પાછળ છોડી દીધો હતો, જેણે પોતાની કારકિર્દીમાં ODIમાં 49 સદી ફટકારી હતી.

T20માં સૌથી વધુ ફિફ્ટીનો રેકોર્ડ:
કોહલીએ ઈન્ટરનેશનલ ટી20માંથી નિવૃત્તિ લઇ લીધી છે, પરંતુ આ ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. તે આ મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમની સાથે ટોચ પર છે. કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 39 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો….ન્યૂ ઝીલેન્ડ સામે હાર બાદ બીસીસીઆઇનો મોટો નિર્ણયઃ રાહુલ અને જુરેલ ઇન્ડિયા-એ માં સામેલ…

ODI વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સદી:
વિરાટ કોહલીએ 2011માં વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. તે પોતાની વર્લ્ડ કપ ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ સાથે જ કોહલીએ વનડેમાં એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે શ્રીલંકા સામે આ ફોર્મેટમાં 10 સદી ફટકારી છે.

કેપ્ટન તરીકે વિરાટનો રેકોર્ડ:
કોહલી ભલે કેપ્ટન તરીકે કોઈ ICC ટ્રોફી જીતી શક્યો ન હોય, પણ કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાના મામલે તે આઠમા સ્થાને છે. કોહલીએ ટેસ્ટ, ODI અને T20 સહિત કુલ 213 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker