સ્પોર્ટસ

વિરાટ અને અનુષ્કાએ બે હાથ જોડીને શાષ્ટાંગ પ્રણામ કર્યા, વિડિયો વાયરલ થયો…

વૃંદાવનઃ વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા ખાતેની નિરાશાજનક ટૂર પરથી પાછા આવ્યા બાદ તે અને ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા અહીં વૃંદાવનમાં શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમમાં તેમના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા.

કિંગ કોહલી અને અનુષ્કા એક્સ' પર વાયરલ થયેલા વિડિયોમાં પ્રેમાનંદ ગોવિંદ મહારાજના આશીર્વાદ લઈ રહેલો જોવા મળે છે. તેમની સામે પહોંચતાં જ અનુષ્કાએ બે હાથ જોડીને તેમને શાષ્ટાંગ પ્રણામ કર્યા હતા અને પછી વિરાટે પણ બે હાથ જોડીને પ્રેમાનંદ મહારાજને શાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ત્યાર બાદ અનુષ્કાના ખોળામાં 11 મહિનાનો પુત્ર અકાય જોવા મળે છે. જોકે વિડિયોમાં અકાયનો ચહેરો બ્લર કરી નાખવામાં આવ્યો છે, કારણકે વિરાટ-અનુષ્કા (વિરુષ્કા) ક્યારેય નથી ઇચ્છતા કે તેમની પુત્રી (વામિકા) કે પુત્ર અકાયને સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે. અનુષ્કા વૃંદાવનના ટોચના ધર્મગુરુ પ્રેમાનંદ ગોવિંદ મહારાજને સવાલ પૂછી રહેલી વિડિયોમાં જોવા મળે છે. તેઓ વિરાટ-અનુષ્કાની પ્રશંસા કરી રહેલા સાંભળવા મળ્યા છે. વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બૅટર છે અને આ રીતે જાહેરમાં આધ્યાત્મિકતા સાથે તે જોડાયેલો રહે એ બહુ મોટી વાત કહેવાય.

વિરાટ અને અનુષ્કા આ પહેલાં પણ વૃંદાવન-સ્થિત આ આશ્રમમાં આવી ચૂક્યા છે. ઇંગ્લૅન્ડમાં અનુષ્કા આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી એક ઇવેન્ટમાં ભાગ લઈ રહેલી જોવા મળી હતી. અનુષ્કા વિડિયોમાં પ્રેમાનંદ ગોવિંદ મહારાજને કહેતી સાંભળવા મળે છે કેમહારાજજી, હું મનમાં તમને સવાલ કરું છું અને પછી મને જાણવા મળે છે કે બીજા જ દિવસે એ જ સવાલનો જવાબ તમે કોઈને કોઈ વ્યક્તિને આપ્યો હોય છે.’


વિરાટ કોહલીની પ્રશંસામાં પ્રેમાનંદ મહારાજ કહે છે, `હું મારી સાધના દ્વારા તમારા સર્વેના મનમાં પ્રસન્નતા લાવું છું અને તમે ખેલકૂદના માધ્યમ દ્વારા સમગ્ર દેશવાસીઓના મનમાં પ્રસન્નતા લાવો છો. તેઓ (તમે અને ભારતીય ટીમ) જો વિજયી થાય તો આખા ભારતમાં ફટાકડા ફૂટે છે. સમગ્ર દેશમાં આનંદ મનાવવામાં આવે છે. તો એ શું એક પ્રકારની તેમની સાધના ન કહેવાય? એ પણ તો તેમની સાધના જ થઈ કહેવાય. તેમની સાધના સાથે તો આખું ભારત જોડાયેલું છે. તેમની આ સાધના જ તેમનું ભજન કહેવાય. તેઓ રમતગમત દ્વારા ભગવાનની સેવા કરી રહ્યા છે.’

આ પણ વાંચો : વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?

ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં 36 વર્ષના વિરાટ પર બહુ મોટો બોજ હતો, પરંતુ ઑસ્ટ્રેલિયન બોલર્સે (ઑફ સ્ટમ્પની બહારના બૉલને છંછેડવાની) તેની નબળાઈ બરાબર જાણી લીધી હતી અને પર્થની અણનમ 100 રનની ઇનિંગ્સને બાદ કરતા આઠેય વાર તેને લલચાવવા ઑફ સ્ટમ્પની બહારનો બૉલ ફેંકીને કૅચઆઉટ કરાવ્યો હતો.

વિરાટની શાનદાર ટેસ્ટ-કરીઅર હવે પૂર્ણતાને આરે આવી ગઈ છે એવું ઘણા માની રહ્યા છે. તે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ જ ગયો છે અને હવે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે શ્રેણીમાં અને પછી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેની વન-ડે કરીઅરનું ભાવિ નક્કી થઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button