વિરાટ-અનુષ્કાની પોસ્ટ પર ચહલે કરી મસ્ત કમેન્ટ!

નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કરવાની સાથે પોતાના ચાહકોને નવા કૅલેન્ડર યરની શુભકામના આપી છે, પણ યુઝવેન્દ્ર ચહલે (Chahal) એ પોસ્ટ (Post) પર મજાની ટિપ્પણી કરી છે જે વાઇરલ થઈ છે.
સેલિબ્રિટી કપલ વર્ષ દરમ્યાન મોટા ભાગે લંડનમાં બાળકો સાથે રહે છે. એ તેમનું સેકન્ડ-હોમ છે એમ કહીએ તો પણ ખોટું નથી. 11મી જાન્યુઆરીથી ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ શરૂ થવાની હોવાથી વિરાટ પ્રૅક્ટિસ શરૂ કરી દેવાના મૂડમાં છે, પણ એ પહેલાં તેણે અનુષ્કા સાથે મળીને ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીરમાં ` મારા જીવનની રોશની સાથે 2026માં પ્રવેશ કરું છું’ એવા મંત્ર સાથે ચાહકોને શુભેચ્છા આપી હતી.
વિરાટે (Virat) બે પોસ્ટ શૅર કરી છે. 31મી ડિસેમ્બરની પોસ્ટમાં તેનો અનુષ્કા શર્મા સાથેનો પોઝ છે જેમાં વિરાટના ગાલ પર સ્પાઇડરમૅનનું ટૅટૂ છે, જ્યારે અનુષ્કા (Anushka)ના ગાલ પર પતંગિયાનું ટૅટૂ (Tattoo) જોવા મળે છે. બીજી તસવીર પહેલી જાન્યુઆરીની છે જેમાં દંપતી એક પાર્ટીમાં હોવાનું જોવા મળે છે. કેટલાક ચાહકો વિરાટને ગ્રીન ફૉરેસ્ટ તરીકે ઓળખાવે છે. તેઓ વિરાટની પ્રશંસા કરતા લખે છે કે તેણે 2025નું વર્ષ અનુષ્કા સાથે પૂરું કર્યું જેની તસવીર પોસ્ટ કરી અને 2026ના નવા વર્ષની શરૂઆત પણ પત્ની સાથે જ શરૂ કરીને એની તસવીર પણ પોસ્ટ કરી.
સ્પિન-સ્પેશ્યાલિસ્ટ યુઝવેન્દ્ર ચહલે ફોટો પર કમેન્ટ કરતા લખ્યું, હૅપ્પી ન્યૂ યર ભૈયા-ભાભી. ફોટો ક્લિક પર ક્રેડિટ મળી હોત તો…’ ચહલની આ કમેન્ટ પર લોકો રિપ્લાય દેવા લાગ્યા છે. કેટલાક કહે છે, આ કમેન્ટ ખૂબ બંધબેસતી છે.’ કેટલાક લોકો તેમના એ મિત્રોને ટૅગ કરી રહ્યા છે જેઓ વિરાટની જેમ ફોટો ક્લિક કરવાવાળા મિત્રોને ક્રેડિટ નથી આપતા હોતા.



