ભારતનો જ નહીં વિશ્વનો પ્રસિદ્ધ ક્રિકેટર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન સાથે પરિવારને લીધે પણ સમાચારોમાં ચમકતો રહે છે. કારણ એ પણ છે કે વિરાટે બોલીવૂડની સફળ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને બન્ને ટૉપ સેલિબ્રિટી હોવાથી ચાહકો તેમની એક ઝલક માટે તરસતા હોય છે. આ સાથે બન્ને ટેકનોસેવી છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે આથી તેઓ વીડિયો, તસવીરો પોસ્ટ કરતા રહે છે.
જોકે હાલમાં જે તસવીરો-વીડિયો વાયરલ થયા છે તે તેમના કોઈ ચાહકે પોસ્ટ કર્યા છે. આ વીડિયો લંડનના છે. હાલમાં કપલ લંડનમાં જ મોટાભાગનો સમય વિતાવે છે. તેઓ કાયમી લંડન શિફ્ટ થવાના હોવાનું પણ કહેવાય છે, પરંતુ સત્તાવાર રીતે કંઈ જાણવા મળ્યું નથી.
હાલમાં તેમના સંતાનો સાથે તેઓ લંડનમાં રહે છે ત્યારે એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા લંડનની સડકો પર દેખાઈ રહ્યા છે, જેમાં અનુષ્કા આગળ ચાલે છે અને વિરાટ શૉપિંગ બેગ્સ પકડેલો પાછળ ચાલતો જોવા મળે છે.
અનુષ્કાએ વ્હાઈટ ટોપ અને જીન્સ પહેરેલું છે અને હાથમાં રેડ કલરનું પર્સ કેરી કર્યું છે જ્યારે વિરાટ પિંક ટીર્શટમાં દેખાય છે અને હાથમાં ઘણી શૉપિંગ બેગ્સ લઈ રોડ ક્રોક કરી રહ્યો છે.
તેમની તસવીરો જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે અને કપલ આટલી સાદી લાઈફ જીવે છે અને વિરાટ પરફેક્ટ હસબન્ડ છે તેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.
હવે તમે પણ જો શૉપિંગ પર જાઓ અને પત્ની હાથમાં શૉપિંગ બેગ્સ આપી આરામથી ફરતી જોવા મળે તો વધારે દુઃખી ન થતા, ભાઈ વિરાટ જેવા વિરાટે પણ આમ કરવું પડે છે.
Also Read –