T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup : વિરાટ પાસે ગાંગુલીની ખાસ ડિમાન્ડ, શું દાદાની ઇચ્છા કોહલી પૂરી કરશે?

ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામેની ભારતની પ્રથમ મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાના મુખ્ય બૅટર વિરાટ કોહલી (Virat Kohli) પાસે તેના કરોડો ચાહકોની બહુ મોટી અપેક્ષા હશે જ, ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ-પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly)ની પણ કોહલી પાસે એક ખાસ ડિમાન્ડ છે.

કોહલી આઇપીએલની પ્લે-ઑફમાં રમ્યા બાદ નાનો બ્રેક લઈને સૌથી છેલ્લે ન્યૂ યૉર્ક પહોંચ્યો અને ભારતીય ટીમ સાથે પ્રૅક્ટિસમાં જોડાયો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ ફરી એકવાર આઇપીએલની ટ્રોફીથી વંચિત રહી, પણ કોહલી ફરી એકવાર આઇપીએલની સીઝનમાં સૌથી વધુ (741) રન બનાવનારો બૅટર બન્યો. એટલે કે ઑરેન્જ કૅપ તેના શિરે જ રહી.

હવે વાત એવી છે કે સૌરવ ગાંગુલીની કોહલી પાસે ખાસ ડિમાન્ડ એ છે કે તે આઇપીએલનું જ રનમશીન વર્લ્ડ કપમાં પણ ચાલુ રાખે. ગાંગુલી ઇચ્છે છે કે કોહલી આરસીબી વતી જે રીતે આક્રમક સ્ટાઇલમાં અને ભરોસાપાત્ર બનીને રમ્યો એ જ રીતે વર્લ્ડ કપમાં પણ રમે.

ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હું આ વર્લ્ડ કપમાં કોહલીને ઓપનિંગમાં રમતો જોવા માગું છું. કોહલીએ આરસીબીમાં જે આઝાદીથી ફટકાબાજી કરી એવી હવે વિશ્ર્વ કપમાં પણ કરે. તે મહાન ખેલાડી છે.’ આઇપીએલની 17મી સીઝનમાં કોહલીએ 741 રન 61.75ની બૅટિંગ સરેરાશે બનાવ્યા હતા. તેણે એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી ફટકારી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો