મુંબઇ: રવિવારે 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતની હારને કારણે લાખો ચાહકો નિરાશ થયા હતાં. જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમના સેલિબ્રેશનના ઘણાં ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જોકે તેમાંનો એક ફોટો જોઇને નેટીઝન્સને ભારે આઘાત લાગ્યો છે.
એ ફોટોમાં ઓસ્ટ્રેલિય ટીમનો પ્લેયર મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખીને બેઠો છે. આ ફોટો જોઇ હજારો લોકો ઓસ્ટ્રેલિયાના આ ખિલાડી પર ભડક્યાં છે. જોકે આ ફોટોને સત્તાવાર રીતે કોઇ સંમતી મળેલ નથી.
માઇક્રો બ્લોગીંગ સાઇટ એક્સ પર એક યુઝર દ્વારા આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફોટો પર પાંચ લાખથી વધુ વ્યુઝ અને 11 હજારથી વધુ લાઇક્સ મળ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ ફોટો શેર થઇ રહ્યો છે.
અનેક યુઝર્સે આ ફોટો પર પ્રતિક્રીયા આપતા મિશેલ માર્શની ટીકા કરી છે. આ વર્લ્ડ કપનો અપમાન છે એવું ઘણાં યુઝર્સે લખ્યું છે. તો ઘણાં એ એમની ટ્રોફી છે એ ગમે તે કરે એમ પણ લખ્યું છે. જોકે ઘણાં બધા લોકોને મિશેલ માર્શની આ વર્તણૂંક ન ગમી હોવાનું કમેન્ટ્સમાંથી સ્પષ્ટ થઇ રહ્યું છે.
એક યુઝરે સચિનનો વર્લ્ડ કપ સાથેનો ફોટો પોસ્ટ કરી અરે ભાઇ વર્લ્ડ કપ માટે જરા આદર રાખો, જુઓ ક્રિકેટના ભગવાન આ ટ્રોફીનો કેવો અને કેટલો આદર કરે છે. તો કોઇએ લખ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે મગજ હશે પણ દીલ નથી. આવી અનેક કમેન્ટ નેટીઝન્સે કરી છે.
Taboola Feed