વિનોદ કાંબળીની તબિયત ફરી બગડીઃ નાના ભાઈએ કહ્યું, `મોટા ભાઈને હવે…’

મુંબઈઃ ભારતનો ભૂતપૂર્વ બૅટ્સમૅન વિનોદ કાંબળી (Vinod Kambli) થોડા મહિના પહેલાં સ્વસ્થ થયો હતો, પણ તેના નાના ભાઈએ એક મુલાકાતમાં કહ્યું છે કે ` મોટા ભાઈ ઘરમાં જ ફરી સાજા થવા સારવાર લઈ રહ્યા છે, પરંતુ ખાસ તો તેમને બોલવામાં તકલીફ (difficulty) થઈ રહી છે.’
વિનોદ કાંબળીના ભાઈ વીરેન્દ્ર કાંબળીએ હેલ્થ અપડેટ (Health Update) આપતા જણાવ્યું છે કે ` મોટા ભાઈની તબિયત છે તો સુધારા પર, પરંતુ તેમની સારવાર ચાલુ જ રાખવી પડી છે. તેમને રિકવર થતાં હજી થોડો સમય લાગશે.
આપણ વાંચો: વિનોદ કાંબળી સાથેના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે પત્ની ઍન્ડ્રિયાનું શૉકિંગ સત્ય, જાણો તેના જ શબ્દોમાં…
તેઓ ચૅમ્પિયન છે એટલે સંપૂર્ણપણ સાજા થઈને જ રહેશે. તેમને બોલવામાં થોડી તકલીફ છે એ સમસ્યા દૂર થવી જોઈએ. મને પૂરી ખાતરી છે કે તેઓ ફરી ચાલવાનું તો શું, દોડવાનું પણ શરૂ કરી દેશે. મને તેમની ક્ષમતા પર વિશ્વાસ છે.’
વિનોદ કાંબળીને ડિસેમ્બર, 2024માં થાણેની આકૃતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કાંબળી ભારત વતી 17 ટેસ્ટ અને 104 વન-ડે રમ્યો હતો.
કાંબળીના નાના ભાઈ વીરેન્દ્રએ સોશ્યલ મીડિયામાં જાહેર અપીલમાં જણાવ્યું છે કે ` હું મારા મોટા ભાઈના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના (Pray) કરવાની દરેકને અપીલ કરું છું.
આપણ વાંચો: વિનોદ કાંબળીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા, પણ હજી તે…
તેમના સંપૂર્ણ બૉડી ચેક-અપ સાથે તેમના મગજનું સ્કૅન પણ કરવામાં આવ્યું હતું. બે્રઇન સ્કૅન તેમ જ યુરિન ટેસ્ટ, બન્નેના રિપોર્ટ સારા આવ્યા છે. જોકે તેઓ ચાલી નથી શકતા એટલે તેમને ફિઝયોથેરપી કરાવવાની સલાહ અપાઈ છે. તેઓ હજી બોલવામાં થોથવાય છે અને સારી રીતે નથી બોલી શકતા.’
કાંબળીને આર્થિક તંગી પણ નડી છે. જાન્યુઆરીમાં તેની પત્ની ઍન્ડ્રીયાએ જાહેર કર્યું હતું કે તેણે 2023માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પણ પછી કાંબળીની લાચાર હાલત જોઈને તેણે ડિવૉર્સ લેવાનો વિચાર માંડી વાળ્યો હતો.